પાંચ ગામના લોકોનો ભવ્ય જમણવાર સાથે આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
વંથલીના શાપુર ખાતે આવેલ મામાધણી નકલંકધામ ખાતે આગામી તા.14 થી 20 સુધી ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આ સપ્તાહ દરમિયાન પોથીયાત્રા ,કપિલ જન્મ,નૃસિંહ જન્મ, વામન જન્મ,કૃષ્ણ જન્મ, ગોવર્ધન લીલા ,રુકમણી વિવાહ જેવા કાર્યક્રમો યોજાશે.
- Advertisement -
આ જ્ઞાનયજ્ઞની વ્યાસપીઠ પર ચૈતન્યધામ શાપુરના ભાગવતાચાર્ય મનોજભાઈ ભટ્ટ ભાગવત સપ્તાહનું રસપાન કરાવશે સપ્તાહમાં આવનાર ભાવિકો માટે બપોરે તેમજ સાંજે પ્રસાદનું વ્યવસ્થા રાખવામાં આવી છે તેમજ આ સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાપુરની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, સમૂહ રાસોત્સવ, રામા મંડળ, તેમજ સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સપ્તાહ દરમિયાન શાપુર, વાડલા લુવારસર, ધણફુલીયા,નાના કાજલીયારા ગામનો ધુવાળા બંધ જમણવાર યોજાશે તેમજ આ સપ્તાહમાં વડવાળા મંદિર દુધરેજના કણીરામ બાપુ, ભૂવાઆતાશ્રી જેઠઆતા(બળેજ મઢ), શ્રી રૂપલ માં રામપર), મહંત શ્રી વિજયબાપુ સતાધાર તથા સંતો, મહંતો, હાજર રહી સત્સંગનો મહાલાભ પાઠવશે આ ભાગવત સપ્તાહનો લાભ લેવા મામાધણી નકલંક ધામ સમિતિ દ્વારા લોકોને અનુરોધ કરાયો છે.