ગ્રામ્ય વિકાસ માટેના નવા પગલાં
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર,
- Advertisement -
કલેક્ટરશ્રીએ વિવિધ ગામોની મુલાકાત લઇને ગ્રામજનોના પ્રશ્નો સાંભળી અને યોગ્ય રજૂઆતનો વિચાર કર્યો.ગ્રામજનો દ્વારા રસ્તા, શિક્ષણ, પાણી, સસ્તા અનાજ, આરોગ્ય અને વીજળી જેવા વિવિધ મુદ્દાઓ પર રજૂઆતો કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરએ આ રજૂઆતોને ગંભીરતાથી સાંભળી અને ઉપસ્થિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને આ પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે લાવવા સૂચના આપી.ક્લેક્ટરએ જણાવ્યું કે, સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક પાત્રતા ધરાવતા લાભાર્થીને પ્રાપ્ત થાય તે માટે અધિકારીઓએ જરૂરી માર્ગદર્શન આપવું જોઈએ.
તેમણે જે નાગરિકોએ આ યોજનાઓનો લાભ મેળવ્યો છે, તેઓને અન્ય લોકોને પણ આ અંગે માહિતગાર કરવા અનુરોધ કર્યો.આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર રાયજાદા, પ્રાંત અધિકારી કુતિયાણા પારસ વાંદા, પ્રાંત અધિકારી પોરબંદર સંદીપસિંહ જાદવ અને અન્ય જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ ગ્રામ પંચાયતના સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આ ગ્રમસભામાં કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા ગ્રામ્ય સ્તરે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા દરેક લાભાર્થીને મળી રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.