તરણેતર પંચાયત દ્વારા ઠરાવ કરી જિલ્લા કલેકટરને સુપરત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
- Advertisement -
રાજ્યમાં ગત રવિવારથી શરૂ થયેલા વરસાદને લીધે તમામ લોકમેળાનો અંતે રદ કરવાનો નિર્ણય લેવાયો હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિધ્ધ તરણેતરનો લોકમેળાના રદ રાખવાનો નિર્ણય ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવ્યો હતો.
જેમાં તરણેતર ગ્રામપંચાયત દ્વારા તરણેતર લોકમેળાના રદ કરવા અંગેનો ઠરાવ કરી જિલ્લા કલેકટરને સુપ્રત કરાયો છે. ઉલ્લેખનીય છે કે તરણેતર મંદિરના પ્રાંગણમાં વર્ષોથી યોજાતા તરણેતર લોકમેળાને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાય છે ત્યારે આ વર્ષે ભારે વરસાદ વચ્ચે તરણેતર ગ્રામપંચાયત દ્વારા મેળો રદ કરવાના નિર્ણય સામે જિલ્લા કલેકટર કેવા પ્રકારનો નિર્ણય કરે છે ? તે જોવું રહ્યું.