વિધેયકમાં ચુંટણી કમિશ્નરોને દરજજો સુપ્રીમ કોર્ટના જજની સમકક્ષના બદલે કેબીનેટ સચીવના બરાબર કરવા સામે વિરોધ
મુખ્ય ચૂંટણી કમિશ્નર (સીઈસી) અને ચુંટણી કમિશ્નરોની નિયુક્તિ સંબંધીત કમિશ્નરોની નિયુક્તિ સંબંધીત વિધેયક પર સંસદમાં ચર્ચા થનારી છે તેના પહેલા દેશના 9 પુર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નરોએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને જણાવ્યું છે કે, આ વિધેયક રોકી દેવામાં આવે. કારણ કે તેમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ચુંટણી કમિશ્નરનો દરજજો ઘટાડી દેવામાં આવ્યો છે.
- Advertisement -
વિધેયકમાં સીઈસી અને ચુંટણી કમિશ્નરનો દરજજો સુપ્રીમ કોર્ટમાં જજની બરાબરથી ઘટાડીને કેબીનેટ સચીવની બરાબર કરવાની વાત કરવામાં આવી છે. પુર્વ મુખ્ય ચુંટણી કમિશ્નરો જે.એમ.લિંગદોહ, ટી.એસ.કૃષ્ણમૂર્તિ, એન.ગોપાલસ્વામી, એસ.વાય.કુરેશી, વી.એસ.સંપત, એચ.એસ.બ્રહ્મા, સૈયદ, નસીમ જૈદી, ઓ.પી.રાવત અને સુશીલ ચંદ્રે જણાવ્યું છે કે, સીઈસી અને ચુંટણી કમિશ્નરનો દરજજો ઘટાડવાના પ્રસ્તાવથી તેના નોકરશાહીથી સ્વતંત્ર હોવાની ધારણા પર પ્રતિકુળ અસર પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનને લખાયેલા આ સંયુક્ત પત્રમાં હાલના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાના હસ્તાક્ષર નથી. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારનું કોમ્યુનીકેશન હાલના સીઈસી કે ચુંટણી કમિશ્નરોના અધિકાર ક્ષેત્રમાં છે.
પત્રમાં સીઈસી અને ચુંટણી કમિશ્નરોના વેતન અને સેવા શરતોને કેબીનેટ સચીવના સમાન બનાવવાને લઈને ચિંતા વ્યક્ત કરાઈ છે. આથી બંધારણના અનુચ્છેદ 325ની સાથે વિસંગતિ પેદા થઈ છે, જે માત્ર મહાભિયોગ દ્વારા આઈસીને હટાવવાની વાત કરે છે, જેવું સુપ્રીમ કોર્ટના જજ માટે છે.
- Advertisement -
પુર્વ આઈસીઓએ પત્રમાં લખ્યું છે કે, આ વિધેયકથી ચુંટણી પંચના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર મળેલી માન્યતા પર પ્રતિકુળ અસર પડશે. પત્રમાં જણાવ્યું હતું કે ભારતની ચુંટણી, ચુંટણી પંચ અને ચુંટણી કમિશ્નરોને દુનિયાભરમાં સન્માનથી જોવામાં આવે છે. એટલા માટે કે અહીં ચુંટણી સ્વતંત્ર અને નિષ્પક્ષ કરાવવામાં આવે છે, ચુંટણી કમિશ્નરોનો દરજજો સુપ્રીમ કોર્ટના જજના બરાબર હોવાથી આ ધારણા બને છે કે ચુંટણી પંચ સરકારથી સ્વતંત્ર છે.