શહેરના ગેરેંટી પીરિયડવાળા રસ્તા તૂટી જાય, કોઇ પૂછવાવાળું નહીં!
ગટરના ઉંચા ઢાંકણાથી લોકોના થઇ રહ્યા છે મોત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરના રસ્તાની સમસ્યા સૌથી મોટી છે. ગિરનાર રોપ-વે તથા અન્ય હેરીટેજ ગુફાઓ વિગેરેના કારણે જૂનાગઢ આંતરરાષ્ટ્રીય ટુરીઝમના નકશામાં આવી ગયેલ છે પરંતુ જૂનાગઢના રસ્તાઓ અત્યંત ખબાર હાલતમાં છે આ પ્રશ્ર્ન ફકત ચાલુ સાલ માટે નથી પરંતુ દરેક સાલ આજ પ્રશ્ર્ન ઉભો થાય છે. હાઇ-વે ઉપર આટલા વજનદાર વાહનો પસાર થતા હોય તો પણ તે તૂટતા નથી અને જૂનાગઢના રસ્તાઓ 6 મહીના પણ ટકતા નથી તે નવાઇની વાત છે. ગમે તેવો સારો રસ્તો કર્યો હોય પરંતુ એક વારસાદ આવે એટલે તેમા ખાડા પડી જાય છે. પ્રજાજનો જયારે ઉહાપો કરે અથવા તો શહેરમાં કોઇ વી.આઇ.પી.નું આગમન થવાનું હોય અને વી.આઇ.પી જે રૂટમાં જવાના હોય તેટલા પુરતા ડામરના થીગડા મારવામાં આવે છે તેનો ખર્ચ વધી જાય છે આ સંજોગોમાં નિયમ સમય મર્યાદામાં એક જ રોડ લઇ આખે આખો પુરી કરી પછી જ બીજો રોડ કરવો જોઇએ અને જૂનાગઢના બાંધકામ શાખા કે તેના દ્વારા અપાતા કોન્ટ્રાકટના કારણે રસ્તાની આ અવદશા થયેલી છે. આ સંજોગોમાં જૂનાગઢના રસ્તાઓ માટે કોઇ અલગ એજન્સીને જ કામ આપી દેવુ જોઇએ અને શકય હોય તો સરકારના પી.ડબ્લ્યુડી વિભાગને જૂનાગઢના રસ્તાનું કામ સોંપવુ જોઇએ જેમાં કોર્પોરેશનની કોઇ પણ પ્રકારની દખલગીરી ચાલે નહીં અને આવા રસ્તાઓમાં જે સીમેન્ટ કોક્રેટ વપરાય તેની નિયમીત ચકાસણી ગેરી સંસથા દ્વારા થવી જોઇએ.આ ગેરીએ સંપૂર્ણ પણે સ્વાયત બોડી છે કે જે બાંધકામના કાચા મટીરીયલને લેબોરેટરીમાં એનાલીસીસ કરી નિયમીત રીપોર્ટ કરે છે. આથી રસ્તામાં જે સીમેન્ટ કોક્રેટની માત્રા જાળવવી જોઇએ તેમ ગેરીના રોજે રોજના પરીક્ષણથી રોડ કઇ રીતે બની રહ્યા છે તે જાણ થઇ શકે.
રસ્તામાં થીગડા ડામર મારવા તેના કરતા સમગ્ર રોડ ખોદીને નવેસરથી સીમેન્ટ કોક્રેટનો સ્લેબ ભરીને રસ્તા બનાવવમાં આવે તો વર્ષો સુધી તૂટે નહી આથી જૂનાગઢના રસ્તાઓ એટલા બિસ્માર બની ગયા છે કે વારંવાર અકસ્માતની શકયતાઓ છે અને રોજે રોજ અકસ્માતો બની રહ્યા છે. ગટરના ઢાંકણા ઉચા હોય તેમા પણ ટુ વ્હીલર અથડાય એટલે જીવલેણ સાબીત થાય છે અને એક યુવાન વયના શહેરીજનનુ થોડા દિવસો પહેલા આજ રીતે અવસાન થયેલ હતુ. આથી જૂનાગઢ શહેરમાં દરેક રસ્તાઓ નવેસરથી બનાવવાની જરૂર છે. મુખ્ય રસ્તાઓની સાથો સાથ અંદરના એપ્રોચ રોડ પણ ખુબ જ બગડી ગયા છે અને જે કોન્ટ્રેકટને આ કામ આપવામાં આવે તેની પાસેથી ગેરેન્ટી લેવામાં આવે છે કે કેમ ? તે કોર્પોરેશન જાણ કરે અને ગેરેન્ટી વાળા રોડ તૂટી ગયા હોય તે રીપેરીંગ કરવા માટે કોન્ટ્રાકટરની જવાબદારી નકકી થાય તેવુ ટેન્ડરમાં છે કે કેમ ? અને જો હોય તો કેટલા કોન્ટ્રાકટર સામે પગલા લેવાયેલા છે અને તેનું આ પરિણામ કોઇ કોન્ટ્રેકટરને બ્લેકલીસ્ટમાં મુકયા હોય તો તેની માહિતી આપવી. રસ્તાનુ નામ જયારે ચાલુ થાય ત્યારે આ કામ કયા કોન્ટ્રાકટરને આપેલુ છે એટલા સમયમાં પુરૂ કરવાનુ છે અને તે કોન્ટ્રાકટરનુ પુરૂ નામ સારનામુ, મોબાઇલ નંબર, વિગેરે માહિતી વાળુ બોર્ડ દરેક કામ શરૂ થાય તે પહેલા જયાંથી કામ શરૂ થયેલ હોય ત્યાં લગાડી દેવુ અને કામ પુ અ થાય ત્યા સુધી રાખવુ અને તેથી પ્રજાજનોને કાંઇ તકલીફ હોય તો સીધો કોન્ટ્રાકટરનો સંપર્ક કરી શકે અને બોર્ડમાં તે વોર્ડના ચૂટાયેલા પ્રતિનીધીના મોબાઇલ નંબર નામ સરનામા લખવા જેથી જરૂર પડયે કોર્પોરેટરનો સંપર્ક કરી શકાય.
રસ્તાઓના કામ કયારે શરૂ કરવામાં આવનાર છે અને કયારે શરૂ થશે તે બાબતનો વિગતવાર કાર્યક્રમ કોર્પોરેશને પ્રેસનોટ દ્વારા શહેરી જનોને જાણ થાય તે રીતે રજૂ કરવો.