હાઈકોર્ટે સરકારને ટકોર કરી કે, જમીન સંપાદ મુદ્દે સરકાર અરજદારને સ્પષ્ટ જવાબ આપે
ખાસ-ખબર સંવાદદાતા
હીરાસર એરપોર્ટ માટે જમીન સંપાદન કરવામાં આવી છે પરંતુ હવે તેમાં એક ટ્વીસ્ટ આવ્યું છે. સામાન્ય રીતે સરકાર જમીન માગે તો જમીન માલિકો વિરોધ કરતા હોય છે. જો કે, રાજકોટ જિલ્લાના હીરાસર ગામમાં ઉંધુ જોવા મળ્યું છે. જેમાં જમીન માલિકે હાઈકોર્ટમાં અરજી કરી છે કે, સરકારે તેની જમીન ખરીદવા કહ્યું હતું. આ અંગે 09-03-2022ના રોજ રજૂઆત છતા સરકાર કોઈ નિર્ણય લેતી નથી. સુનાવણી બાદ હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે કે, અરજદારે કરેલી અરજી પર વિચારણા કરીને બે માસમાં નિર્ણય લો. હાઈકોર્ટે સરકારને ટકોર કરેલી કે, સરકાર અરજદારને સ્પષ્ટ જવાબ આપે. અરજદારના વકીલની રજૂઆત હતી કે આ રાજકોટ જિલ્લામાં બનતા એરપોર્ટને અનુલક્ષીને સરકારે ચોટીલા પાસેના હીરાસર ગામ નજીક અનેક લોકોની જમીન સંપાદન કરેલી છે. 07-05-2021ના રોજ સત્તાધીશોએ અરજદારની જમીન ખરીદવા અંગે કહેલું. જો કે, હવે તંત્ર કોઈ નિર્ણય લેતું નથી. હાઈકોર્ટે અરજદારને હળવી ટકોર કરેલી કે, તમારી જમીન સરકારને ભેટ આપી દો. તમે ઉપવાસ કરી શકો છો, તે આરોગ્ય માટે સારી બાબત છે. હાઈકોર્ટ સરકારને કેવી રીતે કહી શકે કે તે તમારી જમીન ખરીદે ?
હીરાસર એરપોર્ટ માટે ખેડૂતોની જમીન ખરીદવા સરકાર નિરસ
