સુપ્રિમ કોર્ટની ફટકાર બાદ ડેવલપમેન્ટ ઓથોરિટીએ અરજદારનાં વળતરની રૂા.407 કરોડની રકમ છુટ્ટી કરી
ખાસ-ખબર સંવાદદાતા
સુપ્રિમ કોર્ટે એક મહત્વની ટિપ્પણી કરી હતી કે જમીનનું વળતર આપીને સરકાર નાગરિકોને કોઈ દાન નથી કરી રહી. કોર્ટે પોતાના ફેસલામાં જણાવ્યું હતું કે, રાજય નાગરિકોની જમીન અધિગ્રહણ કરીને તેનો ઉપયોગ કરીને નાગરિકોને વળતરથી વર્ષો સુધી વંચીત ન રાખી શકે.જસ્ટીસ વી.આર.ગવઈની આગેવાનીવાળી બેન્ચે કહ્યું હતું કે, સંપતિનો અધિકાર હવે આમેય મૌલિક અધિકાર નથી રહ્યો પરંતુ તે હજુ પણ બંધારણની ધારા 300 એમાં આ રહેલો છે. અર્થાત સંપતિનો અધિકાર ગેરબંધારણીય છે.આવામાં કોઈ નાગરીકને 20 વર્ષ સુધી તેનાં બંધારણીય અધિકારથી વંચીત ન રાખી શકાય.
ત્યારબાદ નાગરીકને વળતર આપીને એવુ દેખાડવામાં આવે છે કે જાણે નાગરીકો પર કૃપા કરવામાં આવી અને તેના માટે નગારા વગાડાય છે. તો આ સ્વીકાર્ય નથી. ગાઝીયાબાદ ડેવલપમેન્ટ ઓથોરીટી (જીડીએ) સામે સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરાઈ હતી જેના પર સુનાવણી દરમ્યાન સુપ્રિમ કોર્ટે આ ટીપ્પણી કરી હતી કોર્ટે આ કેસમાં મે 2023 માં આદેશ પસાર કર્યો હતો. અરજદારે અરજી દાખલ કરી માનહાનીનો કેસ ચલાવવાની માંગણી કરી હતી અને કહ્યું હતું કે ઓથોરીટી સુપ્રિમ કોર્ટનાં આદેશ પછી પણ વળતર આપવામાં વિફળ થઈ છે. અરજી દાખલ થયા બાદ ઓથોરીટીએ 407 કરોડ રૂપિયાનાં વળતરની રકમ રીલીઝ કરી હતી.