પટણામાં કૉંગ્રેસ કારોબારીને સંબોધતા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ મોદી સરકારને આડે હાથ લીધી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
પટણામાં કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગઉઅ અને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે નીતિશ કુમારને ભાજપ માટે જવાબદારી ગણાવ્યા અને બેરોજગારી, ખેડૂતોના સંકટ, મતદાર યાદી કૌભાંડ, ચૂંટણી પંચની ભૂમિકા અને અર્થતંત્ર અંગે ગંભીર પ્રશ્ર્નો ઉઠાવ્યા. સદાકત આશ્રમ ખાતે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક ચાલી રહી છે. છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ખડગેને ટાંકીને તેમણે કહ્યું, આજનો દિવસ આપણા માટે ઐતિહાસિક છે. આઝાદી પછી આ પહેલી ઘ્ષ્ઘ્ બેઠક છે. આ સદકત આશ્રમમાં જ અગ્રણી નેતાઓએ સ્વતંત્રતા સંગ્રામ શરૂ કર્યો હતો. આજની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર છે. દેશની વર્તમાન સ્થિતિ સૌથી ચિંતાજનક છે. ખેડૂતોની આવકમાં વધારો થયો નથી. મનરેગા બજેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બેરોજગારી વધી છે. કોંગ્રેસ શરૂઆતથી જ કેન્દ્ર સરકારની ૠજઝ નીતિઓનો વિરોધ કરી રહી છે. આજે, મોદી સરકારે છેલ્લા આઠ વર્ષથી લોકોને લૂંટયા છે. આજે, વડા પ્રધાન મોદી ઉજવણી કરવાની વાત કરી રહ્યા છે. જ્યારે નાગરિકો પાસે પૈસા નથી, ત્યારે તેઓ ખરીદી કેવી રીતે કરશે?
- Advertisement -
ખડગેએ કહ્યું કે નોટબંધી અને ખામીયુક્ત ૠજઝ એ દેશની અર્થવ્યવસ્થાને પાટા પરથી ઉતારી દીધી છે. લાખો યુવાનો રોજગાર વિના ભટકતા રહે છે. આઠ વર્ષ પછી, સરકારને તેની ભૂલનો અહેસાસ થયો છે અને હવે કોંગ્રેસે શરૂઆતથી માંગેલી સુધારાઓનો અમલ કરી રહી છે.