જુન 2023માં GST કલેક્શન 1.61 લાખ કરોડ કરતાં વધારે રહ્યું છે. આ ગત મહિનાની તુલનામાં 12 ટકા વધારે છે.
1 જુલાઈ 2017માં લાગુ પડેલા જીએસટીને આજે છ વર્ષ પૂરા થયા છે. 6ઠ્ઠી વર્ષગાંઠે જીએસટીએ આજે રેકોર્ડ કર્યો છે. જુન 2023માં ગત મહિનાની તુલનામાં જીએસટી કલેક્શન 1.61 લાખ કરોડ કરતાં વધારે રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી જીએસટી કલેક્શનમાં વધારો આવી રહ્યો છે. શનિવારે નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં જીએસટીના આંકડા અનુસાર, જુન 2023 માં ગ્રોસ જીએસટી કલેક્શન 12 ટકા વધીને 1,61,497 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ ચોથી વખત માસિક ગ્રોસ જીએસટી કલેક્શન 1.60 લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયું છે. મે 2023માં ગ્રોસ જીએસટી કલેક્શન 1,57,090 કરોડ રૂપિયા રહ્યું હતું.
- Advertisement -
👉 ₹1,61,497 crore gross #GST revenue collected for June 2023; records 12% Year-on-Year growth
👉 Gross #GST collection crosses ₹1.6 lakh crore mark for 4th time since inception of #GST; ₹1.4 lakh crore for 16 months in a row; and ₹1.5 lakh 7th time since inception
- Advertisement -
— Ministry of Finance (@FinMinIndia) July 1, 2023
જુન 2023ના આંકડા થયા જાહેર
જૂન 2023 ના મહિનામાં એકત્રિત કરવામાં આવેલી ગ્રોસ જીએસટી આવક 1,61,497 કરોડ રૂપિયા છે, જેમાંથી સીજીએસટી 31,013 કરોડ રૂપિયા, એસજીએસટી 38,292 કરોડ રૂપિયા, આઇજીએસટી 80,292 કરોડ રૂપિયા (માલની આયાત પર એકત્રિત 39,035 કરોડ રૂપિયા સહિત) અને સેસ 11,900 કરોડ રૂપિયા છે (માલની આયાત પર એકત્રિત 1,028 કરોડ રૂપિયા સહિત) છે.
Six Years of GST.
Simplifying Taxes, Driving Growth.
Transforming our economy, simplifying taxes, and driving development. From streamlining processes to boosting investments, it's been a catalyst for progress #6YearsOfGST pic.twitter.com/PL69L2bOIo
— PIB India (@PIB_India) July 1, 2023
1 જુલાઈએ 2017ના દિવસે લાગુ પડ્યો હતો જીએસટી
ઉલ્લેખનીય છે કે જીએસટી લાગુ પડ્યાને આજે છ વર્ષ થયાં છે. 1 જુલાઈ 2017ના દિવસે પીએમ મોદીએ જીએસટી લોન્ચ કર્યો હતો ત્યારથી તેની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
👉₹1,61,497 crore gross GST revenue collected for June 2023.
👉 Gross #GST collection crosses ₹1.6 lakh crore mark 4th time since inception of #GST; ₹1.4 lakh crore for 16 months in a row; and ₹1.5 lakh 7th time since inception. #6YearsofGST
Read👉 https://t.co/NLNmsrKqHP pic.twitter.com/7yvG1h2W0F
— CBIC (@cbic_india) July 1, 2023