ખ્યાતિ હોસ્પિટલ કાંડ પછી સરકારનો હુકમ, કેમ્પ યોજનાર હોસ્પિટલો સામે કડક કાર્યવાહી
હોસ્પિટલોમાં ઓચિંતી તપાસ કરાશે, મોનિટરિંગ માટે ખાસ કમિટી
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ બાદ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પીએમ જય સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ યોજવાની મનાઈ ફરમાવાઈ છે અને જો કોઈ હોસ્પિટલ કેમ્પ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. વિવિધ હોસ્પિટલો દ્વારા દર્દીઓને શોધવા ફ્રિ મેડિકલ કેમ્પ કરાય છે. ખ્યાતિ હોસ્પિટલે પણ ફ્રિ કેમ્પ કરીને દર્દીઓને હોસ્પિટલ લાવ્યા હતા. જેમને કોઈ તકલીફ ન હતી તેવા લોકોના ઓપરેશન કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં સરકારી યોજનાના રૂપિયા પડાવવા હોસ્પિટલ દ્વારા ઓપરેશન કરાયા હોવાનું બહાર આવતા રાજ્ય સરકાર હવે કડક બની છે.
સરકાર PMJAY હેઠળની તમામ હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવશે. જેમાં સારવાર, રજિસ્ટ્રેશન, દર્દીની સંભાળ, પ્રોટોકોલની ચકાસણી પર ધ્યાન કેન્દ્રિત કરાશે. જેમાં અધિકારીઓ ઙખઉંઅઢ હેઠળની હોસ્પિટલોમાં ઓચિંતી તપાસ કરશે. ઉપરાંત આરોગ્ય વિભાગ મોનિટરિંગ કમિટીની સ્થાપના કરશે. જેમાં સમિતિ ઓપરેશન દરખાસ્તોની સમીક્ષા કરશે. ઉપરાંત દર્દીના પરિણામોને ટ્રેક કરશે અને ફરિયાદોની તપાસ કરશે. તમામ હોસ્પિટલમાં PMJAY હેઠળ કરવામાં આવતી સારવારનો ડેટાબેઝ સચવાશે. જો બિનજરૂરી સારવાર કરી હશે તો સ્કીમમાંથી હોસ્પિટલને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવશે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 19 દર્દીની એન્જિયોગ્રાફી કરી અને એમાંથી 7 દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જે પૈકીના બે દર્દીનાં મોત નીપજતાં તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે. તમામ દર્દીઓને વિવિધ રિપોર્ટના નામે અમદાવાદ લાવી એન્જિયોગ્રાફી અને અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
ડો.પ્રશાંત વજીરાણી અને ડો.સંજય પોટલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત અને ઈઊઘ સહિતના લોકો સામે ગુનો નોંધાયો હતો. તપાસ કમિટીના રિપોર્ટના આધારે સોલા સિવિલના ઈન્ચાર્જ ઈઉખઘ ડો.પ્રકાશ મહેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓએ ખોટી રીતે સરકારી યોજનાનો લાભ લેવા ષડયંત્ર રચ્યું હતું. એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરાવવાનું કારણ દર્શાવ્યા વગર જ સર્જરી કરી હતી.
ખ્યાતિ હોસ્પિટલને મેડિકલ કાઉન્સિલની નોટિસ
બીજી તરફ ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ખ્યાતિ હોસ્પિટલને નોટિસ પાઠવવામાં આવી છે અને દર્દીના મોત અને સારવાર અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં જોડાયેલ હોસ્પિટલના તમામ ડોક્ટરોની પણ તમામ વિગતો કાઉન્સિલ દ્વારા માંગવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ કેસના બીજા જ દિવસે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારે હાલ સમગ્ર ઘટનામાં હોસ્પિટલ અને ડોક્ટર સામે અમદાવાદ ખાતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.