રાજ્યપાલે નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
અમદાવાદ ખાતે શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં ભારતના ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ, ગોવા અને મધ્યપ્રદેશ રાજ્યોનો જ્ઞાનકુંભ યોજાઈ ગયો. ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં દ્વિ-દિવસીય જ્ઞાનકુંભ પ્રદર્શનનું યોજાયેલ પ્રદર્શનને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખુલ્લું મૂક્યું હતું. આ શૈક્ષણિક પ્રદર્શનમાં વિવિધ રાજ્યોના વિશ્વ વિદ્યાલયો, મહાવિદ્યાલયો, શાળાઓ અને શિક્ષકો ભાગ લીધો હતો. પ્રદર્શનમાં 16 યુનિવર્સિટી, 28 પ્રતિભાંવિત શાળાઓ અને 8 જેટલા પ્રયોગશીલ શિક્ષકોએ ભાગ લઈ જ્ઞાનની નવિનત્તમ ઉંચાઇનો સાક્ષાતકાર રજુ કર્યો હતો. રાજ્યપાલે તમામ સ્ટોલની મુલાકાત લીધી હતી.
- Advertisement -
ગૂજરાત વિદ્યાપીઠ ખાતે આયોજિત આ પ્રદર્શનની મુલાકાત વેળાએ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. હર્ષદ પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિદ્યાપીઠના કાર્યકારી કુલસચિવ નિખિલ ભટ્ટ, ભક્તકવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલયનાં કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદી સહિત ગુજરાત વિદ્યાપીઠના અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ,તેમજ શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા.