ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.25
ગુજરાતમાં વિવિધ જિલ્લા કેટલા સમયથી સ્માર્ટ મીટરને કારણે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે કારણ કે ઉર્જા વિભાગ દ્વારા સ્માર્ટ મીટર વિશે કોઈપણ પ્રકારની જાગૃતતા વગર લગાવવાના કારણે ગેરસમજ ઊભી થઈ હતી. હવે ઉર્જા વિભાગ દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટે એક પ્લાનિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ત્રણ તબક્કામાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવશે.
- Advertisement -
પ્રથમ સરકારી તમામ કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવીને પ્રચાર પ્રસાર કરવામાં આવશે. સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવા માટે ઉર્જા વિભાગ દ્વારા રોડ અને બિલ્ડીંગ અને નાણાં વિભાગ સાથે સંકલન કરી અને ત્યારબાદ આ મીટર લગાવવામાં આવશે. બીજા તબક્કામાં સ્માર્ટ ડિજિટલ મીટર રાજ્યમાં આવેલા મોટા ઉદ્યોગો ત્યાં લગાવવામાં આવશે અને ત્યારબાદ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે જ્યારે ત્રીજા તબક્કામાં રહેણાંક વિસ્તારોમાં આ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.
ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને થઈ રહેલા વિરોધમાં ઉર્જા વિભાગ દ્વારા જે બાબતો સામે આવી છે એમાં ગ્રાહકોને જુના મીટરના રીડિંગ પ્રમાણે જે બિલ આપવામાં આવતું હતું એવું જ સ્માર્ટ મીટરનું રીડિંગ આધારેનું બિલ ગ્રાહકોને આપવામાં આવશે એવી વિચારણા કરવામાં આવી રહી છે. મીટર રીડિંગ એસએમએસ ઉપરાંત જુના બિલમાં જે રીતે ત્રણ મહિનાનું રીડિંગ આધારિત નું બિલ આવતું હતું તેવું જ બિલ સ્માર્ટ મીટરમાં આવે એવી વ્યવસ્થા કરવા માટે ઉર્જા વિભાગ વિચારી રહ્યું છે. જેના આધારે લોકો પોતાના બિલનો તફાવત સરળતાથી સમજી શકે.
કેન્દ્ર સરકારના સ્માર્ટ મીટર પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવોનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ખાનગી કંપનીઓ પણ કેન્દ્ર સરકારની ગાઇડ લાઈનનું પાલન કરવું પડશે. ગુજરાતમાં પણ ખાનગી કંપનીના ગ્રાહકોને કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન આધારે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.