રાજકોટ, અમરેલી, જામનગર સહિત જિલ્લાઓના 29 કોલેજોના આચાર્યઓએ માર્ગદર્શન મેળવ્યું
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.25
તાજેતરમાં નેક દ્વારા યુનિવર્સિટી તથા કોલેજોમાં મૂલ્યાંકન માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ’નેકની નવી મૂલ્યાંકન પદ્ધતિ’ સંદર્ભે વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજના એસ.ક્યુ.એ. સેલ તથા નોલેજ ક્ધસોર્ટીયમ ઓફ ગુજરાત (ઊંઈૠ)ના સંયુક્ત ઉપક્રમે વેરાવળ ખાતે રાજ્યકક્ષાનો માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો.
- Advertisement -
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ અને અતિથિ વિશેષ તરીકે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રોફેસર સુકાંતકુમાર સેનાપતિ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો. રમેશ કોઠારી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડો. ફિરોઝ શૈખે નેકની નવીનતમ માર્ગદર્શિકા અંગે વિગતવાર માહિતી આપી તથા કોલેજોમાં ઉત્તમ ગ્રેડ પ્રાપ્ત કરવા માટે જરૂૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને પ્રાઈવેટ 29 કોલેજોના 9 જેટલા આચાર્યશ્રીઓ તથા 60થી વધુ પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યાં હતાં.