ગુજરાત સહિત દેશભરની સરકારને માટે બોધપાઠ જેવો ચુકાદો
સલામત માર્ગોને લોકોના મૂળભૂત અધિકાર સાથે જોડતી સુપ્રીમ કોર્ટ: લોકોને સલામત-સારી રીતે જાળવણીવાળા-વાહનો માટે પણ યોગ્ય રોડ એ બંધારણની કલમ 21 હેઠળ જીવનના અધિકારનો ભાગ જ છે: સરકારની બંધારણીય જવાબદારી બને છે
- Advertisement -
‘રાઈટ ટુ સેફટી’નો મુદ્દો અગત્યનો: સરકાર ટોલ-કોન્ટ્રાકટની જવાબદારી અન્ય પર ઢોળી શકે નહીં: સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ વાત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દેશમાં ચોમાસા સહિતના સમયે તૂટેલા માર્ગો અને અચાનક જ તૂટી પડતા પુલોથી સર્જાતી દુર્ઘટનાઓ એ ખૂબજ સામાન્ય થઈ ગઈ છે અને માર્ગ બાંધકામની ખરાબ ગુણવતા-ભ્રષ્ટાચાર વિ.થી આ સ્થિતિ બની છે તેવા લોકઆક્રોશનો પડઘો પાડતા સુપ્રીમકોર્ટે સલામત-સારી રીતે સંભાળ લેવાતા અને વાહનો પણ સરળતાથી હંકારી શકાય તેવા માર્ગોએ દેશના લોકો માટે જીવનના બંધારણની કલમ 21 હેઠળ અધિકાર હેઠળ જે મૂળભૂત અધિકાર અપાયા છે તેનો જ એક ભાગ હોવાનું જાહેર કરી સરકારોનો કાન ખેચી તેમની ફરજોની યાદ અપાવી હતી. તે માટે અસલામત માર્ગો માટે સરકાર જ જવાબદાર હોવાનું ઠેરવ્યુ છે. સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે સલામત જાહેર માળખાકીય સુવિધાઓ ખાસ કરીને માર્ગો જે તેના આવાગમન-આર્થિક ઉપાર્જન અને તથા સન્માન પુર્વકના જીવન માટે મહત્વના છે.
સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલા અને ન્યાયમૂર્તિ મહાદેવનની બનેલ ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે માર્ગ બાંધકામ અને તેની જાળવણી એ સરકારની ફરજ છે અને તે જવાબદારી લોકોની સલામતી જોખમાય તે રીતે ભુલાવી કે અન્ય પર ઢોળી શકાય નહી.
- Advertisement -
સુપ્રીમકોર્ટે જણાવ્યું કે જો કોઈ ખાસ નિયંત્રણ ન હોય તો લોકોને દેશના કોઈપણ ભાગમાં જવાની સ્વતંત્રતા છે અને તે બંધારણની કલમ 19(1)(જી) હેઠળનાં મૂળભૂત અધિકાર પણ છે અને તેથી એ સરકારની ફરજ બને છે કે યોગ્ય માર્ગો તૈયાર કરી તેની જાળવણી તેના અંકુશ હેઠળ જ થાય તે જરૂરી છે.
એક યુપીપી ટોલ-વે પ્રા.લી. તથા મધ્યપ્રદેશ સરકારના વિવાદમાં હાઈકોર્ટ બાદ આ વિવાદ સુપ્રીમમાં ગયો હતો. જેમાં 47755 કી.મી.ના રોડના બાંધકામમાં વિલંબ વિ. મુદાઓ હતા અને સર્વોચ્ચ અદાલતે અધિકાર ક્ષેત્ર વિ.ના મુદાઓનો ઉકેલ આપતો ચુકાદો આપ્યો હતો પણ સાથોસાથ એ નિશ્ર્ચિત કર્યુ કે સરકાર પોતાની જવાબદારીમાંથી અલગ થઈ શકે નહી. સક્રીય કોર્ટ માર્ગ બાંધકામમાં પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ વિ. મુદાઓની છણાવટ પણ કરી હતી. તે સાથે સમગ્ર દેશને સ્પર્શતો આ ચુકાદો આપ્યો હતો.