કેનેડાની સરકારે ગઇકાલના રોજ દિવાળીના તહેવાર પહેલા એક નવી પોસ્ટલ ટિકિટ જાહેર કરી છે. કેનેડામાં મોટા પ્રમાણમાં હિંદુ, બૌદ્ધ, જૈન અને શિખ સમુદાયના લોકો દિવાળી મનાવે છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડાની સરકાર દિવાળીના અવસર પર પોસ્ટલ ટિકિટ જાહેર કરી રહી છે. આ ટિકિટ કેનેડાના પોસ્ટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે.
આ પોસ્ટલ ટિકિટને ક્રિસ્ટિન ડોએ ડિઝાઇન કર્યો છે અને તેમના પર પેઇન્ટિંગ રેના ચેનએ કર્યું છે. કેનેડાના પોસ્ટ વિભાગની ટિકિટ જાહેર કરતા કહ્યું કે, આ પોસ્ટલ ટિકિટ તોરણથી પ્રેરિત થઇને બનાવવામાં આવી છે, જેમાં દિવાળી દરમ્યાન ઘર અને મંદિરોના દ્વાર પર લગાવવામાં આવે છે. આ પોસ્ટલ ટિકિટમાં પીળા અને કેસરી રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ ગલગોટાના ફુલો તેમજ આસોપાલવના પાનને પણ દર્શાવવામાં આવ્યા છે. સાથે જ દિવડા પણ દર્શાવ્યા છે. આ પોસ્ટલ ટિકિટ વિશંષ બુકલેટમાં જાહેર કરવામાં આવી છે, જેમની કિંમત 5.52 કેનેડાઇ ડોલર એટલે કે 340 રૂપિયા રાખવામાં આવી છે. જણાવી દઇએ કે, આ સતત પાંચમું વર્ષ છે, જ્યારે કેનેડાના પોસ્ટલ વિભાગે દિવાળીના અવસર પર વિશેષ પોસ્ટલ ટિકિટ જાહેર કરી છે.
- Advertisement -
કેનેડામાં દિવાળીના અવસર પર કેટલાય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કેનેડાની સંસદમાં છેલ્લા અઠવાડીયે જ વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરાવામાં આવ્યું હતું. જેમાં પાર્લિયામેન્ટ હિલમાં એક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો, જેમાં કેનેડાના વિપક્ષી નેતા પેએરે પોલિવરે અને કેનેડામાં ભારતના રાજદૂત સંજય કુમાર વર્મા વગેરે સામેલ હતા. આ કાર્યક્રમનું સહ-આયોજન કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ ટોડ ડોહાર્ટીએ કર્યું હતું. પાર્લિયામેન્ટ હિલમાં નેશનલ દિવાળી સેલિબ્રેશનનું આ 23મું વર્ષ છે અને વર્ષ 2000થી આ આોજન કરવામાં આવી રહ્યું છે.
છેલ્લા રવિવારના કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો પણ દિવાળીના કાર્યક્રમમાં સામેલ થયા હતા. પાર્લિયામેન્ટ હિલમાં આયોજત થયેલા આ કાર્યક્રમનું આયોજન કેબિનેટ મંત્રી અનિતા આનંદે કર્યું હતું.