21 વર્ષ પછી પ્રથમ વખત મતદાન કરશે
ખાસ ખબર સંવાદદાતા
પાકિસ્તાનમાં જન્મેલા અનેક લોકો ભારતમાં આવીને વસવાટ કરી રહ્યા છે અને તેઓને અગાઉ કેન્દ્ર સરકારે નાગરિકતા આપતી હતી. આ પ્રક્રિયા જટિલ હોવાથી સરકારે આ સત્તા રાજય સરકારને સોંપવામાં આવી હતી. જે અંતર્ગત 1988માં પાકિસ્તાનના મીપરપુરમાં જન્મેલા અને 1998માં ભારત આવેલા હેમાબેને 2014માં જૂનાગઢ મનીષાભાઇ આહુજા સાથે લગ્ન કર્યા હતા. તેઓએ ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી. રાજય સરકારે નાગરિકતા આપવાની સત્તા સોંપાયા બાદ 2021ના વર્ષના ધનતેરસના દિવસે જૂનાગઢના તે સમયના કલેકટર ડો.સૌરભ પારઘીએ હેમાબેન મનીષભાઇ આહુજાને જૂનાગઢ જિલ્લામાં સૌપ્રથમ ભારતીય નાગરિકતાનો પત્ર અર્પણ કર્યો હતો.
- Advertisement -
આ અંગે હેમાબેનના સસરા વિરભાણભાઇ આહુજાએ જણાવ્યુ હતુ કે, મારા પુત્રવધુ ભારતીય નાગરિક બન્યા બાદ આગામી વિધાનસભા ચૂંટણીમાં ગાંધીગ્રામ વિસ્તારમાં પ્રથમવાર મતદાન કરશે. હેમાબેને જણાવ્યુ હતુ કે પાકિસ્તાનમાં મહિલાઓ માટે બંદિશ છે, ભારતમાં મહિલાઓ એકલી અને બાળકો સાથે જઇ શકે છે. કોઇ ડર નથી આ વખતે પ્રથમ વાર મતદાન કરવાનો અવસર મળ્યો છે જેને લઇ હું ખુબ ખુશ છું.