ડી. એચ. કોલેજમાં મેઘરાજા મન મુકીને વરસ્યા અને સરગમના આંગણે મહેમાનો ઉમટી પડ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
નવરાત્રીની શરૂઆતથી જ શહેરના શ્રેષ્ઠ ગરબાનું સ્થાન મેળવી ચુકેલા સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપી રાસોત્સવમાં રવિવારે વરસાદી માહોલ વચ્ચે પણ ગોપીઓએ માતાજીની આરાધના કરી હતી. આ રાસોત્સવમાં મહેમાનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. નિર્ણાયક તરીકે નીલુબેન મહેતા, માયાબેન પટેલ, સોનલબેન બગડાઈ, કોમલબેન મહેતા સેવા આપેલ. રોજના 30 ઈનામ આપવામાં આવે છે.
ડી.એચ. કોલેજના મેદાનમાં આ રાસોત્સવ માટે સુંદર બેઠક વ્યવસ્થા રાખવામા આવશે અને જડબેસલાક સિક્યુરીટી પણ ગોઠવવામાં આવશે. આ વખતે મન્સુર ત્રિવેદી પ્રસ્તુત મ્યૂઝિકલ મેલોડી કલર્સ ઓરકેસ્ટ્રા ધૂમ મચાવશે. આ સંગીત સાથે મુંબઈના સિંગર હેમંત પંડ્યા ઉપરાંત પ્રિયા જોષી, ભાવના સોની, હેમાન્દ્રી ત્રીવેદી, અને નિલેષ પંડ્યા (રાજકોટ) માતાજીનાં ગરબા રજૂ કરશે.
આ રાસોત્સવમાં જે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા તેમાં આજરોજ સોમવાર ના રોજ ગોપીરાસ ડીએચ કોલેજ ગાઉન્ડ માં રમતા બહેનો ના રાસ નીહાળવા રાજકોટ ના મહાનુભાવો ધનસુખભાઈ ભંડેરી, મેયર નયનાબેન પેઢડિયા, વિનોદભાઈ પેઢડિયા, રાજુભાઈ ગોંડલિયા, કિરણબેન માંકડિયા, ધનશ્યામભાઈ પરસાણા, પ્રેમકુમાર અગ્રવાલ, હાર્દિકભાઇ દતાણી, સુભાષભાઇ સામાણી, કમલભાઈ ત્રીવેદી, ઘનશ્યામભાઈ ઝીબા ઉપસ્થિત રહ્યા હતા.
નવમું નોરતું તા.30/09/25 ને મંગળવાર નાં ગોપિરાસ માં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે. કુવરજીભાઈ બાવળીયા, ભરતભાઇ બોઘરા, માંધાતસિંહ જાડેજા, મૌલેશભાઈ પટેલ, યોગેશભાઈ પુજારા, કીરીટભાઈ આદ્રોજા, ઇન્દ્ર્નીલભાઈ રાજ્યગુરુ, પ્રભુદાસભાઈ પારેખ. કમલનયન સોજીત્રા, કશ્યપભાઈ શુક્લ, ગોવિંદભાઈ પટેલ, ચંદુભાઈ વિરાણી, ચમનભાઈ ઝવેરી, દિનેશભાઇ અમૃતિયા, જયેશભાઇ ક્થીરીયા, રમણીકભાઈ જ્સાણી, મનસુખભાઈ ઝાલાવાડીયા, હિમાંશુભાઈ નંદવાણા,ચંદુભાઈ પટેલ, મધુભાઈ પરમાર,કેતનભાઇ ચોટાઈ, મહેન્દ્રભાઇ નથવાણી, હાર્દિકભાઇ દતાણી, રમેશભાઈ લીંબાસિયા, ઈશ્વરભાઈ પટેલ, પરેશભાઈ પારેખ, ઉદયભાઇ પારેખ, ભવાનભાઇ રંગાણી, અશોકભાઇ ડોબરીયા, મયુરધ્વજસિંહ જાડેજા, વિજયભાઇ કારીયા, મગનભાઈ પટેલ, અરવિંદભાઈ પાટડિયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ રાસોત્સવની સફળતા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, રાજેન્દ્રભાઈ શેઠ,કનૈયાલાલ ગજેરા, જયસુખભાઇ ડાભી, ધીરુભાઈ હિરાણી, હરેશભાઈ છોટાળા, ધીરેનભાઈ ઓઝા, વિનોદભાઇ પંજાબી, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, હર્ષાબેન પીઠડીયા, અર્ચનાબેન જોષી, ભાવનાબેન મહેતા, જયશ્રીબેન વ્યાસ જહેમત ઉઠાવી રહ્યા છે.