આજે સાંજે ઢોલની દાંડી પીટાશે અને ગોપીઓ ઝૂમી ઉઠશે
આજે પ્રથમ નોરતે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને ઉદ્યોગપતિ મનીષભાઈ માદેકાના હસ્તે દીપ પ્રાગટ્ય થશે
હેમંત પંડ્યા, પ્રિયા જોષી, ભાવના સોની, હેમાન્દ્રી ત્રિવેદી અને નિલેષ પંડ્યા જેવા કલાકારો માતાજીના ગરબા રજૂ કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સરગમ લેડીઝ કલબ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડમાં માત્ર બહેનો માટેના ગોપી રાસોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે પહેલું નોરતું છે અને રાત્રે 8 વાગ્યે ઢોલની પહેલી દાંડી પીટાશે અને મોટી સંખ્યામાં બહેનો ઓરકેસ્ટ્રાના તાલે ઝૂમી ઉઠશે. પ્રથમ નોરતે દીપ પ્રાગટ્ય પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને ઉદ્યોગપતિ મનીષભાઈ માદેકાના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે શહેરના અન્ય મહાનુભાવો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
આ ગોપી રાસોત્સવમાં લેડીઝ કલબની બહેનો ઉપરાંત રાજકોટની કોઈ પણ બહેન રમી શકે છે. ડી.એચ. કોલેજના મેદાનને સુંદર સજાવટ કરવામાં આવી છે. બેસવાની પણ સુંદર વ્યવસ્થા છે. દર વખતની જેમ આ વખતે પણ મુંબઈ અને રાજકોટનાં જાણીતા સિંગરો દસ દિવસ ગરબા ગાશે અને ઓરકેસ્ટ્રા પણ ધમાલ મચાવશે.
ડી.એચ. કોલેજના મેદાનમાં આ રાસોત્સવ માટે સુંદર બેઠક વ્યવસ્થા રાખવામા આવશે અને જડબેસલાક સિક્યુરીટી પણ ગોઠવવામાં આવશે. આ વખતે મન્સુર ત્રિવેદી પ્રસ્તુત મ્યૂઝિકલ મેલોડી કલર્સ ઓરકેસ્ટ્રા ધૂમ મચાવશે. આ સંગીત સાથે મુંબઈના સિંગર હેમંત પંડ્યા ઉપરાંત પ્રિયા જોષી, ભાવના સોની, હેમાન્દ્રી ત્રીવેદી, અને નિલેષ પંડ્યા (રાજકોટ) માતાજીનાં ગરબા રજૂ કરશે.
આ અંગે વિશેષ જાહેરાત કરતાં સરગમ લેડીઝ કલબના ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા જણાવ્યુ છે કે, તા. 22/09/25 થી 02/10/25 સુધી ડી.એચ.ના મેદાનમાં સુંદર વ્યવસ્થા વચ્ચે ગોપી રાસોત્સવ યોજાશે. આ વખતે પણ સિઝન પાસ માટે ટોકન ફી રાખવામા આવી છે. સરગમ પરિવારના લેડિઝ સભ્ય હોય તેના માત્ર 10 દિવસના ફક્ત 400/- રૂપિયા અને સભ્ય ન હોય તેવા બહેનોના ફક્ત 10 દિવસના સીઝન પાસના 500/- રૂપિયા ફી રાખવામા આવી છે. આ રાસોત્સવમાં સરગમ કલબના સભ્ય ન હોય તેવા રાજકોટના કોઈ પણ બહેનો 15 વર્ષથી ઉપરના જોડાઈ શકે છે.
પ્રથમ નોરતે સરગમ લેડીઝ કલબના આંગણે જે મહેમાનો ઉપસ્થિત રહેવાના છે તેમાં પ્રથમ નોરતું તા. 22/09/25 ને સોમવાર નાં ગોપિરાસ માં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે. રામભાઈ મોકરિયા, મુકેશભાઈ પાબારી, અરવિંદભાઈ રૈયાણી, મનીષભાઈ માડેકા, બિપીનભાઈ હદવાણી, ખોડીદાસભાઈ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા, જ્યોતીન્દ્રભાઈ મહેતા, કમલેશભાઈ મીરાણી, નીતિનભાઈ ભારદ્રાજ, ઇન્દુભાઇ વોરા, વેજાભાઈ રાવલીયા, રાજેશભાઈ પોબારુ, જીતુભાઈ ચંદારાણા, કેતનભાઈ મારવાડી, શિવલાલભાઈ આદ્રોજા, શશીકાંતભાઈ કોટેચા, ભાવેશભાઈ પટેલ, અર્જુનભાઈ શિંગાળા, રાજાભાઈ હિન્દુજા, જયેશભાઈ લોટીયા, નીતિનભાઈ ઢાંકેચા, મહેશભાઈ રાજપૂત, જીતુભાઈ ભટ્ટ, દિનેશભાઈ ગોળવાળા, પ્રજ્ઞેશભાઈ પટેલ, મનસુખભાઈ ભીમાણી, દિવ્યેશભાઈ રાયઠઠ્ઠા, વિનુભાઈ રામાણી, યશપાલસિંહ જાડેજા, કિશોરભાઈ કોટક, વિજયભાઈ ડોબરિયા, દિલેશભાઈ પાબારી, અમિતભાઈ ભાણવડીયા, જયેશભાઈ ઉપાધ્યાય, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ ક્લબ પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ ઉકાણી, ભરતભાઇ સોલંકી, જયસુખભાઇ ડાભી, રાજેન્દ્રભાઈ શેઠ, સુરેશભાઇ દેત્રોજા, કૌશિકભાઈ વ્યાસ, મનમોહન પનારા ઉપરાંત લેડિઝ કલબના ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, જસુમતિબેન વસાણી, અલકાબેન કામદાર, છાયાબેન દવે, ગીતાબેન હીરાણી, ડો. અલકાબેન ધામેલિયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.