9 ઓગસ્ટના રોજ હેમુ ગઢવી હોલમાં યોજાશે સ્પર્ધા, 2 થી 12 વર્ષના બાળકો ભાગ લઈ શકશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે રાજકોટમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આગામી 9 ઓગસ્ટ, શનિવારના રોજ હેમુ ગઢવી હોલ ખાતે બાળકો માટે ગોપી-કિશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં બાળકોને ત્રણ વયજૂથમાં વહેંચવામાં આવ્યા છે:
ગ્રુપ A: 2 થી 5 વર્ષ
ગ્રુપ B: 6 થી 9 વર્ષ
ગ્રુપ C: 10 થી 12 વર્ષ
સ્પર્ધામાં ભાગ લેનારા બાળકો ગોપી અને કિશનના પારંપરિક પહેરવેશમાં સ્ટેજ પર ચાલશે અને તેમનું પર્ફોર્મન્સ રજૂ કરશે.
સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા બાળકો માટેના ફોર્મ નીચેના સ્થળોએથી મેળવી શકાશે:
જન્માષ્ટમી કાર્યાલય (ડો. યાજ્ઞિક રોડ, તનિષ્ક બિલ્ડીંગ, ઇંઉઋઈ બેન્કની બાજુમાં)
સેન્ટ ગાર્ગી સ્કૂલ (સુભાષનગર-2, આમ્રપાલી ફાટક પાસે)
ચાણક્ય વિદ્યાલય (9, બ્રહ્મણીયા પરા, પાણીના ઘોડા પાસે)
ભરેલા ફોર્મ 7 ઓગસ્ટ સુધીમાં પરત કરવાના રહેશે.
આ સ્પર્ધાના આયોજન માટે યુવા ભાજપ અગ્રણી જય બોરીચા ક્ધવીનર અને રમાબેન હેરભા સહ-ક્ધવીનર તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. મિલન કોઠારી, ધર્મેશ વૈષ્ણવ, અને અપૂર્વ મણિયાર માર્ગદર્શક તરીકે સેવા આપી રહ્યા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કુલદીપ વિસાણી, કેતન સંઘવી, જય મહેતા, વિપુલ ગજજર, દેવાંગ ખજૂરિયા, અને વિશ્વાસ મહેતા સહિતના સભ્યો જહેમત ઉઠાવી
રહ્યા છે.