વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી ટૂંક સમયમાં જાહેરાતની સંભાવના
ભાજપમાંથી નવું નામ જાહેર થાય તેવી ચર્ચાઓ જોર પકડયું
વિસાવદરમાં ભ્રસ્ટાચારના આક્ષેપો વચ્ચે ચૂંટણી થશે તો ગરમાવો
ગોપાલ ઈટાલીયાએ વિસાવદરની અનેક સમસ્યા મુદ્દે તંત્રને આવેદન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા છેલ્લા એક વર્ષથી વધુ સમયથી બેઠક ખાલી પડી છે. તેનું કારણ હતું કે, પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ આપના ધારાસભ્ય ભુપત ભાયાણી સામે ચૂંટણી હિસાબ મુદ્દે હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી જોકે ત્યાર બાદ આ પીઆઈએલ પરત ખેંચી લેતા વિસાવદર પેટા ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો હતો ત્યારે હજુ એક હાઇકોર્ટમાં પિટિશન દાખલ થયેલ પણ હવે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ગમે ત્યારે જાહેર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એક તરફ નગર પાલિકામાં રોડ રસ્તા, ભૂગર્ભ ગટર ભરતી પ્રક્રિયા સહીત બાબતે ભ્રસ્ટાચાર થતો હોવાના આક્ષેપો થયા છે એવા સમયે જો વિસાવદરની ખાલી પડેલ બેઠક પર ચૂંટણી યોજાય તો રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળશે.
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની વિધિવત રીતે ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરવામાં નથી આવી છતાં રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી લડવાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જેમાં આમ આદમી પાર્ટી પ્રદેશ દ્વારા ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી ઉમેદવાર તરીકે પસંદગી કરી લેવામાં આવી છે. ત્યારે આપ નેતા ગોપાલ ઈટાલીયાએ વિસાવદર મત ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર પણ શરુ કરી દેવામાં આવ્યો છે રોજ બરોજ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રુપ મિટિંગ સાથે સભા પણ શરુ કરી દેવામાં આવી છે. ત્યારે વિસાવદર અને ભેસાણ બંને તાલુકાની સંયુક્ત બેઠક છે. ત્યારે જગ પ્રસિદ્ધ પરબધામ ખાતે મુલાકાત લીધી હતી અને પરબધામના મહંત કરશનદાસ બાપુ સાથે મુલાકાત કરીને આશીર્વાદ લીધા હતા. અને વિસાવદર પેટા ચૂંટણીમાં વિજય બને તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. જયારે આજે વિસાવદરની વિવિધ સમસ્યા બાબતે ગોપાલ ઈટાલીયા એક આવેદન પત્ર આપ્યું હતું.
આપ દ્વારા ઉમેદવાર જાહેર થયા બાદ હજુ કોંગ્રેસ અને ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગીની જાહેરાત કરવામાં આવી નથી ત્યારે કોંગ્રેસ પક્ષ માંથી સ્થાનિક લેવલે 5 જેટલા ઉમેદવારો ચૂંટણી લડવા તૈયાર છે એવા સમયે કોંગ્રેસ નેતા અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી વિસાવદરથી ચૂંટણી લડે તેવી ચર્ચા શરુ થતા આ બેઠક પર રાજકારણ ગરમાયું છે. જોકે આ વિસાવદર વિધાનસભા બેઠક લેવા પટેલ સમાજનો ગઢ માનવામાં આવી રહ્યો છે. વર્ષોથી આ બેઠક પર લેવા પટેલ સમાજનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. ત્યારે અહીંથી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ ચૂંટણી જીતીને મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારે હવે આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ – ભાજપ પક્ષ કોને ટિકિટ આપે છે તે નજીકનુ દિવસોમાં જાહેર થવાની શક્યતા સેવાઈ રહી છે. જયારે ભાજપના એક સૂત્ર માંથી એવું પણ ચર્ચાય રહ્યું છે કે, હાલ જે ભાજપ માંથી જે લોકો ઉમેદવાર માટે દાવેદારી કરી રહ્યા છે. તેને પડતા મૂકી નવું નામ પણ આવી શકે છે. કારણ કે ભાજપ હંમેશા કંઈક નવું કરીને ચૂંટણી લડે છે.
- Advertisement -
એક તરફ એક વર્ષ પછી વિસાવદર વિધાનસભા ચૂંટણી થવાની જાહેરાતો થવાની છે. ત્યારે નેતાઓ દ્વારા વિસાવદર નગર પાલિકામાં ભ્રસ્ટાચાર ખુબ મોટા પાયે થયો હોવાના આક્ષેપ સાથે ઊંચ કક્ષા સુધી રજૂઆત કરવામાં આવતા અંતે નગરપાલિકાના ચીફઓફીસરને તાતકાલિક છૂટા કરી દેવામાં આવતા રાજકીય ગરમાવો વધ્યો છે. જેમાં સ્થાનિક આગેવાનો દ્વારા પાલિકા હસ્તકના કામોમાં ભૂગર્ભ ગટર, રોડ રસ્તા સહીતના વિવિધ કામમાં ગેરરીતી થઇ હોવાના આક્ષેપ થયા છે તેના કારણે પાલિકા ચીફઓફીસરને છૂટા કરી દેવામાં આવ્યા હોય તેવી ચર્ચા જોર પકડ્યું છે ત્યારે આવા સમયે જો પેટા ચૂંટણી યોજાય તો શાશક પક્ષને નુકશાન થાય તેવું પણ ચર્ચાય રહ્યું છે.