દિલ્હી ગયેલા AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની મહિલા આયોગ સમક્ષ હાજર થતા અટકાયત કરવામાં આવી છે. આથી તેઓએ એક ટ્વિટ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસે અટકાયત કરી છે. PM અંગે વાંધાજનક ટિપ્પણી મામલે ઈટાલિયાનો વિડિયો વાઈરલ થયા બાદ ઈટાલિયાને રાષ્ટ્રીય મહિલા પંચે (NCW) આજે બોલાવ્યા હતા. આથી તેઓ મહિલા આયોગ સમક્ષ હાજર થવા ગયા એ પહેલાં દિલ્હીમાં તેમની અટકાયત કરવામાં આવી છે.
- Advertisement -
Delhi | AAP Gujarat chief Gopal Italia detained from NCW office by Delhi Police https://t.co/qSkvPOJqPD pic.twitter.com/LKjdiDbvSn
— ANI (@ANI) October 13, 2022
- Advertisement -
ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને લગાવેલા ગંભીર આરોપથી રાજકારણ ગરમાયું
મહત્વનું છે કે, ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ નેતાઓના એકબીજા પર આકરા પ્રહાર વધતાં જઈ રહ્યાં છે. એવામાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને લગાવેલા ગંભીર આરોપથી રાજકારણ ગરમાયું છે. અરવિંદ કેજરીવાલે પણ સવાલ કર્યો છે કે ભાજપ ઈટાલિયાની પાછળ કેમ પડી ગઈ છે?
पूरी बीजेपी गोपाल इटालिया के पीछे क्यों पड़ी है? https://t.co/s8TZnAZfXc
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 13, 2022
મને ધમકાવવામાં આવી રહ્યો છે: ગોપાલ ઇટાલિયા
નોંધનીય છે કે મહિલા આયોગ સમક્ષ હાજર થવા માટે દિલ્હી ગયેલા ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મહિલા આયોગના ચીફ તેમને જેલમાં નાંખવાની ધમકી આપી રહ્યા છે. તેમણે કહ્યું કે મને ધમકાવવામાં આવી રહ્યો છે અને પોલીસ પણ બોલાવી લેવામાં આવી છે, આટલું જ નહીં ઈટાલિયાએ આ મુદ્દા પર પાટીદાર કાર્ડ પણ ખેલ્યો અને કહ્યું કે ભાજપ પાટીદારોથી નફરત કરે છે, પણ હું સરદાર પટેલનો વંશજ છું અને તમારી જેલોથી ડરતો નથી.
. @NCWIndia चीफ़ मुझे जेल में डालने की धमकी दे रही है। मोदी सरकार पटेल समाज को जेल के सिवा दे ही क्या सकती है। बीजेपी पाटीदार समाज से नफ़रत करती है। मैं सरदार पटेल का वंशज हूँ। तुम्हारी जेलों से नहीं डरता। डाल दो मुझे जेल में। इन्होंने पुलिस को भी बुला लिया है। मुजे धमका रहे है।
— Gopal Italia (@Gopal_Italia) October 13, 2022
ગોપાલ ઈટાલિયાના આ ટ્વિટ બાદ આખી આમ આદમી પાર્ટી મેદાને આવી ગઈ છે, પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે આખી ભાજપ ગોપાલ ઈટાલિયાની પાછળ કેમ પડી ગઈ છે, ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ પણ ટ્વિટ કરી રહ્યાં છે.
सरदार के वंशज जेल से नहीं डरते ! https://t.co/sPRfPPeblq
— Isudan Gadhvi (@isudan_gadhvi) October 13, 2022
વડાપ્રધાન પર અભદ્ર ટિપ્પણીનો વીડિયો વાયરલ થતા NCWએ પાઠવી હતી નોટિસ
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગાજતા માહોલ વચ્ચે તાજેતરમાં AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો વાયરલ થયો હતો જેને ભારે ચર્ચા જગાવી હતી. આ વીડિયોમાં ગોપાલ ઈટાલીયા વડાપ્રધાન મોદી વિરુદ્ધ અશોભનીય ભાષાનો ઉપયોગ કરતાં હોવાનું સામે આવ્યું હતું. જે વીડિયોને લઈને NCWએ ઈટાલિયા સામે નોટિસ કાઢી હતી. આથી ઈટાલિયા આ નોટિસનો જવાબ આપવા આજે બપોરે NCWની દિલ્હી સ્થિત ઓફિસે પહોંચ્યા હતા. પરંતુ એ પહેલા જ તેઓની અટકાયત કરવામાં આવી હતી.