વડાપ્રધાન મોદી ‘ઈ’ બનાવતાં હોવાનો ‘આપ’ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો આક્ષેપ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા આ પહેલાં પણ વિવાદાસ્પદ અને અભદ્ર નિવેદનો આપી ચૂક્યા છે. અગાઉ તેમણે ફેસબુક લાઈવ વિડીયોમાં કથાઓમાં તાળીઓ પાડનારાઓને હિજડા કહ્યા હતા તેમજ ભગવાન રામ, માતા સીતા અને સત્યનારાયણ કથા વિશે પણ ખરાબ ભાષા વાપરી હતી. આ ઉપરાંત, તેમણે ફેસબુક પોસ્ટ કરીને મકરસંક્રાંતિની મજાક ઉડાવી તેને ‘માંગણસંક્રાંતિ’ ગણાવી હતી. ઉપરાંત, તેઓ કર્મકાંડને ધતિંગ ગણાવી ચૂક્યા છે તો મંત્રો અને હોમ-હવનની પણ મજાક ઉડાવી હતી. ગોપાલ ઈટાલિયાએ ભૂતકાળમાં કરેલાં વિવાદાસ્પદ નિવેદનો અંગે ‘ખાસ-ખબર’ સાંધ્ય દૈનિકમાં ગત તા. 2-7-2021 અને 8-7-2021માં વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કરાયો હતો જે આજના અંકમાં ફરી વાચકો સમક્ષ મૂકી રહ્યા છીએ.
સોશિયલ મીડિયાનાં ન્યૂસન્સને પ્રમુખપદે બેસાડી દેવાનું દુ:સાહસ કેજરીવાલને પડી રહ્યું છે મોંઘુ…
- Advertisement -
‘આપ’ના પ્રદેશ પ્રમુખે પીએમ વિષે કરેલા બફાટનો વિડીયો વાયરલ: મહિલા આયોગે ઇટાલિયાને આપી નોટિસ: ગુરૂવારે હાજર થવા ફરમાન
આ અગાઉ 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે વડાપ્રધાન મોદી વિશે આવી જ ટિપ્પણી કરી હતી, અને ઐય્યરે માફી માંગવી પડી હતી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વડા ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પીએમ મોદી માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. ઈટાલિયા આમાં પીએમ મોદીને ‘નીચ પ્રકારના માણસ’ કહેતા સાંભળવા મળે છે. જો કે અમે આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતા નથી. ઈટાલિયાના આ વીડિયોથી ભાજપમાં નારાજગી છે અને તેને મોટો મુદ્દો બનાવવાની તૈયારીઓ કરવામાં આવી છે. આ પહેલા 2017માં ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે પીએમ મોદી વિશે આવી જ ટિપ્પણી કરી હતી, જેના પર ભારે હોબાળો થયો હતો અને ઐય્યરે માફી માંગવી પડી હતી.
વાયરલ થયેલા વિડીયોમાં ગોપાલ ઇટાલિયા કહેતા સંભળાય છે કે, નીચ પ્રકારનો માણસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, હું આ વાતની પુષ્ટિ નથી કરી રહ્યો, પરંતુ આજે અહીં ચૂંટણી ચાલી રહી છે. મારે તમારી પાસેથી જાણવું છે કે શું ભૂતકાળમાં કોઈ પણ વડાપ્રધાને આવાં નાટક કર્યાં છે મત આપવા જવા માટે?
તેઓ આગળ કહે છે કે, આ નીચ પ્રકારનો માણસ અહીં રોડ શો કરી રહ્યો છે અને દેખાડી રહ્યો છે કે કેવી રીતે હું લોકોને બનાવી રહ્યો છું. તે સંદેશ આપવા માંગે છે કે હું વાત કરું છું ડિજિટલ ઇન્ડિયાની અને દિલ્હીથી દોડીને મત આપવા આવું છું. જુઓ હું તમને કેવી રીતે બનાવી રહ્યો છું.
વડાપ્રધાન વિશેનો વિડીયો વાયરલ થયા બાદ ‘આપ’ના ગોપાલ ઇટાલિયાને સમન્સ
ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. ગોપાલ ઇટાલિયાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અભદ્ર ભાષા વાપરતો વિડીયો વાયરલ થયા બાદ હવે મહિલા આયોગે પણ મામલામાં ઝંપલાવ્યું છે અને ગોપાલ ઇટાલિયાને હાજર થવાનું સમન્સ પાઠવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય મહિલા આયોગે ‘આપ’ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દ્વારા વાપરવામાં આવેલ ભાષાને વખોડતાં તેમને આગામી 13 ઓક્ટોબરના રોજ 12:30 વાગ્યે હાજર થવા માટે જણાવ્યું છે. તેમજ કહેવામાં આવ્યું છે કે જો ઇટાલિયા આ સમન્સને ધ્યાને ન લઈને હાજરી નહીં આપે તો આયોગ વધુ કડક પગલાં લઇ શકે છે.