દુનિયાભરમાં જેનું નામ ગુંજે છે તે અમેરિકાની ગુગલ કંપનીની અંદર વંશિય અને જાતિ ભેદભાવ રાખવામાં આવતો હોવાના આરોપથી સનસનાટી મચી ગઇ છે. ગત સપ્તાહ અમેરિકાના ન્યૂઝ પેપર વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત માહિતીમાં જણાવાયું હતું કે દલિત કાર્યકર્તા અને ઇકવિટી લેબ્સ નામના સંગઠનના સંસ્થાપક થેનમોજી સુંદરરાજનનો ગુગલમાં થનારો કાર્યક્રમ કર્મચારીઓના વિરોધના પગલે રદ કરવામાં આવ્યો હતો. થેનમોજી સુંદર રાજન દલિત અધિકારો માટે કામ કરી રહેલી જાણીતી કાર્યકર્તા છે. તે ખૂબ લાંબા સમયથી અમેરિકામાં રહે છે. ગત એપ્રિલમાં દલિત હિસ્ટ્રી મંથ દરમિયાન સુંદરરાજને ગુગલ ન્યૂઝના કર્મચારીઓને દલિત અધિકારો અને તેમની સાથે થતા શોષણ અંગે જાગ્રુત કરવા માટે બોલાવ્યા હતા.વોશિંગ્ટન પોસ્ટમાં જણાવ્યા અનુસાર ગુગલના કર્મચારીઓએ કંપનીના ઉચ્ચ અધિકારીઓને ઇમેલ કરીને સુંદર રાજનને હિંદુ વિરોધી અને હિંદુઓથી નફરત કરવાવાળા છે એટલું જ નહી ગુગલના ઇન્ટરનેટ અ મેલિંગ લિસ્ટમાં હજારો કર્મચારીઓએ સુંદરરાજનના વિરોધમાં મેસેજ લખ્યા હતો. આ બાબતે સુંદર રાજને ગુગલના સીઇઓ સુંદર પીચાઇને આ કાર્યક્રમ આયોજીત થવા દેવો જોઇએ એવી અપીલ કરી હતી.આ અપીલનો કેટલાક કર્મચારીઓએ એવો નિષ્કર્ષ કાઢયો કે ગુગલ જાણી જોઇને જાતિગત ભેદભાવને નજર અંદાજ કરે છે.
ગુગલ પર લાગ્યો જાતિ ભેદભાવનો આરોપ, વરિષ્ઠ અધિકારીએ આપ્યું રાજીનામું
Follow US
Find US on Social Medias