શેર માર્કેટ સતત નવા શિખરો પર પહોંચી રહ્યું છે અને આજે ભારતીય શેરબજારની શરૂઆત ઐતિહાસિક સ્તરે થઈ છે, તૂફાની તેજી વચ્ચે સેન્સેક્સ-નિફ્ટી નવા રેકોર્ડ સ્તરે ખુલ્યા છે.
અઠવાડિયાના ચોથા દિવસે શેરબજારની મજબૂત શરૂઆત થઈ છે. આજે એટલે કે ગુરુવારે માર્કેટ તૂફાની તેજી જોવા મળી અને સેન્સેક્સ-નિફ્ટી નવા રેકોર્ડ સ્તરે ખુલ્યા છે.આજે સેન્સેક્સે 77,100ના સ્તરને પાર કરીને નવો ઈતિહાસ રચ્યો છે અને નિફ્ટીએ 23500ની નજીક આવી ગયો છે.
- Advertisement -
ભારતીય શેરબજારની શરૂઆત ઐતિહાસિક સ્તરે થઈ છે અને આજે BSE સેન્સેક્સ 495 પોઈન્ટ અથવા વધારા સાથે 77,102.05 પર ખુલ્યો છે. NSE નિફ્ટી 158 પોઈન્ટ વધીને 23480.95 પર ખુલ્યો. સેન્સેક્સ-નિફ્ટી માટે આ રેકોર્ડ ઉચ્ચ સ્તર છે.
જો આપણે શેરબજારની તેજી દર્શાવનાર કંપનીઓના શેર વિશે વાત કરીએ તો તેમાં HDFC લાઇફ, SBI લાઇફ, નેસ્લે ઇન્ડિયા, શ્રીરામ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા અને હિન્દાલ્કોના શેરનો સમાવેશ થાય છે, જ્યારે કેટેગરીમાં ટોપ લૂઝર્સમાં હિન્દુસ્તાન યુનિલિવર, બ્રિટાનિયા, ટાટા કન્ઝ્યુમર અને ICICI બેન્કના શેર સામેલ હતા.
શેરબજારના રોકાણકારોને ટૂંકા અને લાંબા ગાળામાં મલ્ટિબેગર રિટર્ન આપતી કંપનીઓ વિશે વાત કરીએ તો વિપ્રો, અશોકા બિલ્ડકોન, કોટક મહિન્દ્રા બેન્ક, એચસીએલ ટેક, વેદાંતા, ટાટા સ્ટીલ, એચડીએફસી બેન્ક, અશોક લેલેન્ડ, લાર્સન, એશિયન પેઇન્ટ્સના શેર અને BHELમાં તેજી જોવા લઈ હતી, જ્યારે ONGCના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.