CAR-T સેલ થેરપી શરૂ, ડૉક્ટર-એન્જિનિયરનું સંશોધન લાવ્યું ક્રાંતિ
અમદાવાદની હોસ્પિટલને CAR-T સેલ થેરેપીમાં મહત્વની સફળતા મળી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.07
હવે બ્લડ કેન્સરનો રામબાણ ઇલાજ ગુજરાતમાં જ મળી રહેશે. અમદાવાદની મેરિગો સિમ્સ હોસ્પિટલને CAR-T સેલ થેરેપીમાં મહત્વની સફળતા મળી છે. આ થેરેપી લ્યુકેમિયા, લિમ્ફોમા, મલ્ટિપલ માયલોમા સહિતના ઘણા બ્લડ કેન્સરના દર્દીઓ માટે 100% આશાનું કિરણ છે. ડોક્ટર અને એન્જિનિયર બન્નેએ ભેગા થઇને કરેલા સંશોધનથી આ થેરેપી શક્ય બની છે. વિદેશમાં 2થી 4 કરોડ રૂપિયાના ખર્ચે થતી આ સારવાર ગુજરાતમાં 20થી 30 લાખ રૂપિયાના ખર્ચે થઇ શકશે. કેન્સર અવેરનેસ ડે છે ત્યારે ખરેખર આ CAR-T સેલ થેરેપી છે શું? આ કોણ કરાવી શકે ? શું આ થેરેપીથી આપણાં શરીરમાં કોઇ મોટી સર્જરી કરાવવી પડે છે? શું એક વાર આ થેરેપી કરાવ્યા પછી ફરીવાર કેન્સર થવાના ચાન્સ ખરાં? આ થેરેપીની સૌથી વધારે કેવા કેન્સરમાં જરૂર પડે છે? આ થેરેપી પહેલાં કેવી કેવી પ્રોસેસ થાય છે આ તમામ બાબતે પત્રકારોએ મેરિગો સિમ્સ હોસ્પિટલના ક્ધસલ્ટન્ટ હિમેટોલોજિસ્ટ, હિમેટો ઓન્કોલોજિસ્ટ અને CAR-T ફિઝિશિયન ડો. કૌમિલ પટેલ સાથે વાતચીત કરી હતી. ‘આ આખી પ્રોસેસમાં એકાદ કલાક જેટલો સમય લાગે છે. એક વાર આ પ્રોસેસ પૂર્ણ થાય એ પછીના બે અઠવાડિયા સુધી એ સેલ દર્દીના શરીરમાં કેન્સરના સેલને મારવાનું કામ કરે છે. જેનું ઓબ્જર્વેશન કરીએ છીએ પછી દર્દીને રજા અપાય છે. જે બાદ દર્દીને મહિને મહિને બોલાવાય છે. દર્દી સંપૂર્ણ રીતે 1 વર્ષમાં એકદમ ફ્રી થઇ જાય છે.’ તેમણે કહ્યું, વિશ્વમાં ઈઅછ-ઝ સેલ થેરેપી 2010થી ઉપલબ્ધ છે. જેની મંજૂરી 2017માં આવી. મંજૂરી બાદ આ થેરેપી અમેરિકા, ઇઝરાયલ, ચીન, સિંગાપોરમાં ચાલતી હતી. તેનો ખર્ચો કરોડો રૂપિયા થતો હતો. આવામાં અમારી પાસે આવતાં કોઇ દર્દીને અમે ભાગ્યે જ વિદેશમાં સારવાર કરાવવાનું કહેતા હતા.‘બીજી તરફ ઈંઈંઝ મુંબઇ અને ઝઅઝઅ મેમોરિયલ હોસ્પિટલે વર્ષ 2020થી આ દિશામાં પ્રયત્નો શરૂ કર્યાં હતા. છેલ્લા એકથી દોઢ વર્ષમાં આ થેરેપી આપણાં દેશમાં બનાવી. હાલમાં જ એક દર્દીને આ થેરેપીથી કેન્સરનો ઇલાજ કર્યો હતો. જેમાં ખૂબ જ સારી સફળતા મળી.
CAR-T સેલ થેરેપી શું છે?
CAR-T સેલ થેરેપીનું પૂરું નામ કાયમેરિક એન્ટિજન રિસેપ્ટર ટી સેલ (Chimeric Antigen Receptor T-cell) થેરેપી છે. આ એક સ્પેશિયલાઇઝ્ડ થેરેપી છે, જે દર્દીની પોતાની રોગપ્રતિકારક શક્તિ (CAR-T ) નો ઉપયોગ કરીને કેન્સરનો નાશ કરે છે. દર્દીના ઝ સેલને શરીરમાંથી બહાર કાઢી, તેને બાયો એન્જિનિયરિંગ લેબમાં આનુવંશિક રીતે મોડિફાય (Genetic Modification) કરવામાં આવે છે. આ મોડિફાઇડ ઝ સેલ (જેને CAR-T સેલ કહેવાય છે) કેન્સરના કોષોને ઓળખી અને તેનો નાશ કરી શકે છે.
- Advertisement -
મહત્ત્વ અને ઉપયોગિતા
આ થેરેપી લ્યુકેમિયા, લિમ્ફોમા અને મલ્ટિપલ માયલોમા સહિતના ઘણા બ્લડ કેન્સરના દર્દીઓ માટે ’100% આશાનું કિરણ’ છે.
વિદેશમાં આ સારવારનો ખર્ચ ₹2 કરોડથી ₹4 કરોડ હોય છે, જે હવે ગુજરાતમાં ₹20 લાખથી ₹30 લાખના ખર્ચે શક્ય બનશે.
અમદાવાદની મેરિગો સિમ્સ હોસ્પિટલને આ થેરેપીમાં સફળતા મળી છે.
ઝ સેલ લેવાની અને CAR-T સેલ
તૈયાર કરવાની પ્રક્રિયા
લોહી આપવાની પ્રક્રિયાની જેમ, એક નિડલ દ્વારા દર્દીના શરીરમાંથી લોહી લેવામાં આવે છે. આ લોહી એક મશીનમાં જાય છે, જ્યાંથી માત્ર ઝ સેલ અલગ થાય છે અને બાકીનું લોહી શરીરમાં પાછું જતું રહે છે.
આ ઝ સેલને મુંબઈની સ્પેશિયલ લેબમાં મોકલવામાં આવે છે, જ્યાં તેને રિક્રીએટ કરી CAR-T સેલમાં રૂપાંતરિત કરવામાં આવે છે.
સેલને રિક્રીએટ થતાં આશરે 2 થી 3 અઠવાડિયાનો સમય લાગે છે. આ દરમિયાન ગુણવત્તા નિયંત્રણ (Quality Control) અને કાર્યક્ષમતાની ચકાસણી થાય છે.
CAR-T સેલ તૈયાર થયાની માહિતી મળ્યા બાદ, દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરાય છે અને જરૂરી સારવાર આપવામાં આવે છે.
આ ક્રાંતિકારી સંશોધન ડોક્ટર અને એન્જિનિયર બંનેના સહયોગથી શક્ય બન્યું છે.
મેરિગો સિમ્સ હોસ્પિટલના ડો. કૌમિલ પટેલ (ક્ધસલ્ટન્ટ હિમેટોલોજિસ્ટ, હિમેટો ઓન્કોલોજિસ્ટ અને
ઇખઝ ફિઝિશિયન) આ થેરેપી સાથે સંકળાયેલા છે.



