સામાન્ય વહિવટ વિભાગ દ્વારા આજે મહત્વનો નિર્ણય લેવામા આવ્યો હતો. જેમાં વિભાગ દ્વારા સચિવાલય વર્ગ સેવામાં ઉપસચિવને જગ્યાઓમાં વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
સામાન્ય વહિવટ વિભાગમાં ઉપ સચિવ કેડરની જગ્યાઓ ઓછી હોવાના કારણે તંત્રને કામગીરીમાં હાલાકી વેઠવાની વારી આવતી હતી. ત્યારે કામગીરી વધારે સારી રીતે કરી શકાય તેને લઇ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ઉપ સચિવ કેડરની જગ્યા વધારીને 206 કરી દેવામાં આવી છે. સરકારના આ પગલાંના કારણે વિભાગની કામગીરીમાં આવતી અડચણોને દૂર કરી શકાશે અને કામનો ભાર પણ ઘટશે.
- Advertisement -
176 જેટલી જગ્યાઓ હતી
અત્યાર સુધી ઉપ સચિવ કેડરની અંદાજે 176 જેટલી જગ્યાઓ મંજૂર કરવામાં આવી હતી. પરંતુ વિભાગના કામ સામે આને અધિકારીઓની સંખ્યા ઓછી થવાના કારણે મુશ્કેલીઓ સર્જાઇ રહી હતી. જેને લઇ સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત વિભાગ દ્વારા ભરતી કરવામાં આવતા સરકારી નોકરી ઇરછતા યુવાનોને તક મળી શકશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સરકારના આ પગલાંના કારણે અધિકારીઓમાં કામનું ભારણ ઘટશે. ઉપરાંત જગ્યા વધવાથી વર્ગ-૨ સંવર્ગના સેક્શન ઓફિસરના પ્રમોશન પણ ઝડપથી થઇ શકશે. ત્યારે આ પગલાંને લઇ અધિકારીઓમાં ખુશી જોવા મળી હતી.
- Advertisement -