રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓના કેરિયરને લઇને સારા સમાચાર છે. તેઓએ જયાંથી ભણતર છોડયું ત્યાંથી તે ફરી શરૂ કરી શકશે.
- Advertisement -
તેના વિશે રશિયા દુતાવાસના ઉપ પ્રમુખ રોમન બાબુશ્કિનએ કહ્યું કે, ભારતીય છાત્રોને રશિયા-યુક્રેન સંઘર્ષના કારણે વચ્ચેથી જ ભણતર છોડયું હતું. જેથી રશિયા યુનિવર્સિટીમાં એડમિશન આપવામાં આવશે. તેની સાથે જ તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓનું એકેડેમિક યર પણ ખરાબ નહી થાય. વિદ્યાર્થીઓને યુક્રેનમાં કોર્સ કરતા સમયે જયાંથી ભણતર છોડયું હતુ, ત્યાંથી જ રશિયા યુનિવર્સિટીમાં શરૂ કરૂ શકશે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષેની ફેબ્રુઆરીમાં રશિયા-યુક્રેનના યુદ્ધને કારણે 20 હજારથી વધારે વિદ્યાર્થીઓએ યુક્રેનને છોડયું હતુ. ત્યાર પછી વિદ્યાર્થીઓના મનમાં કેરિયરને ળઇને કેટલાય પ્રશ્નો ચાલી રહ્યા હતા.
રશિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને મળી શકે છે ફીસ
રશિયા સંઘના માનદ વાણિજ્યદૂત અને તિરૂવનંતપુરમમાં રશિયા સદનના નિર્દશક રથીશ સી નાયરે કહ્યું કે, જે છાત્રોને ફીસ મળી રહી હતી, તેમણે રશઇયા યુનિવર્સિટીમાં પણ ફીસ મળશે. જો કે તેમણે સંકેત આપ્યો કે, રશિયા યુનિવર્સિટીમાં એડમિશન લેવા માચે ફીસનું પેમેન્ટ કરવું પડશે, યુક્રેનમાં આપવામાં આવેલી ફીસ પૂરતી નથી.