ડિજિટલ બ્રિજ મગજ અને કરોડરજ્જુ વચ્ચેનાં તૂટી ગયેલા કનેક્શનને ફરીવાર જોડશે
ખાસ-ખબર સંવાદદાતા
મગજ અને કરોડરજ્જુ વચ્ચેનું કનેક્શન તૂટી જાય ત્યારે શરીરનું કોઈ પણ અંગ લકવાગ્રસ્ત થઈ શકે છે. નૈસર્ગિક રીતે આ કનેક્શનને ફરી જોડાવું મુશ્કેલ છે પરંતુ હવે તેને વૈજ્ઞાનિક રીતે જોડવાની રીત શોધી લીધી છે. સ્વિત્ઝર્લેન્ડના લુસાનેસ્થિત સ્વિસ ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની ટીમે એક એવું ‘ઇંટરફેસ બ્રિજ’ તૈયાર કર્યો છે, જે કરોડ અને મગજ વચ્ચેનું તૂટી ગયેલું કનેક્શન ફરીથી જોડી શકે છે.
- Advertisement -
આ ઇલેક્ટ્રિક સ્વિચ, ટસ સ્ક્રીનની જેમ કામ કરે છે અને સૂચના મળતાં જ ક્રિયા થાય છે. ટીમમાં સમાવિષ્ટ વૈજ્ઞાનિક ગ્રેગોઇરે કોર્ટાઇનના કહેવા પ્રમાણે અમે બ્રેન-કમ્પ્યુટર ઇન્ટરફેસ ટેક્નિકનો ઉપયોગ કરીને વિચારને ક્રિયામાં પરિવર્તિત કરી શકે એવું સાધન તેયાર કર્યું છે. આ એડ્વાન્સ ટેક્નિક લકવાગ્રસ્ત દર્દીઓના પગને ચાલતાં કરવામાં મદદ કરે છે અને તેઓ સીડી પણ ચડી શકે છે. વૈજ્ઞાનિકોએ 3 વ્યક્તિ પર આ બ્રિજનો પ્રયોગ કર્યો હતો.
તેમાંના એક, નેધરલેન્ડના 40 વર્ષીય ગર્ટ જન ઓસ્કોમ, અકસ્માત પછી બંને પગ અને હાથને લકવો થઈ ગયો હતો. તેના ગરદન તરફના કરોડરજ્જુના હાડકામાં ઈજા થઈ હતી. વીજકરંટથી કરોડના હાડકાના નીચેના ભાગને સક્રિય કરી શકાય તે માટે વૈજ્ઞાનિકોએ નવી પ્રાણાલી દ્વારા કરોડની બે ડિસ્કના આકારવાળું, 64-ઇલેક્ટ્રોડ ગ્રીડવાળું ઇલેક્ટ્રિક ડિવાઇસ ઓસ્કોમને મસ્તિષ્કમાં ઇમ્પ્લાન્ટ કર્યું હતું. તેમાં સ્પંદન થતાં જ મગજ આપણા હલનચલન માટે જવાબદાર કરોડના એ વિસ્તારમાં સંદેશો મોકલે છે.