રિફંડ ઝડપથી આવશે: નવું પોર્ટલ IEC 3.0 ટૂંક સમયમાં લૉન્ચ થશે
નવી સિસ્ટમ સાથે ITRની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે ઈ-ફાઈલિંગ ITR પોર્ટલમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ કરદાતાઓ માટે વધુ અનુકૂળ રહેશે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, વિભાગના એક આંતરિક પરિપત્રમાં જાણવા મળ્યું છે કે એક નવું ITR ઈ-ફાઈલિંગ પોર્ટલ IEC 3.0 ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. આ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આંતરિક પરિપત્ર અનુસાર, હાલના ઇન્ટિગ્રેટેડ ઇ-ફાઇલિંગ અને સેન્ટ્રલાઇઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર (IEC) 2.0 ની કામગીરીનો તબક્કો સમાપ્ત થઈ રહ્યો છે. આ સાથે IEC 3.0 એક નવા પ્રોજેક્ટ તરીકે તેનું સ્થાન લેશે.
IEC પ્રોજેક્ટ ઈ-ફાઈલિંગ પ્લેટફોર્મ ઓફર કરે છે. તે કરદાતાઓને ઇલેક્ટ્રોનિક રીતે તેમના ITR ફાઇલ કરવા, નિયમિત ફોર્મ સબમિટ કરવા અને અન્ય ઘણી સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. IEC પ્રોજેક્ટનો મહત્વનો ભાગ સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર CPC) છે. તે ઈ-ફાઈલિંગ પોર્ટલ અને આઈટીબીએની મદદથી ફાઈલ કરાયેલ આઈટીઆરની પ્રક્રિયા હાથ ધરે છે. આ ઉપરાંત, IEC બેક-ઓફિસ (BO) પોર્ટલ પણ પ્રદાન કરે છે.
આના દ્વારા ફિલ્ડ ઓફિસર્સ કરદાતાના ફાઇલિંગ અને પ્રોસેસિંગ ડેટાને એક્સેસ કરી શકે છે. આંતરિક પરિપત્ર જણાવે છે કે પ્રોજેક્ટ IEC 3.0 નો હેતુ ફક્ત પ્રોજેક્ટ IEC 2.0 દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ ચાલુ રાખવાનો નથી. તેના બદલે વધુ સારી વ્યવસ્થા ઉભી કરવી પડશે. ITRની પ્રક્રિયામાં જરૂરી સુધારા કરવા પડશે. નવી સિસ્ટમ સાથે, ITRની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે નવી તકનીકનો ઉપયોગ કરવામાં આવશે, જેથી કરદાતા ઝડપથી રિફંડ મેળવી શકે. વધુમાં, તે ઈંઊઈ 2.0ની ખામીઓ અને ફરિયાદોને ઘટાડી શકે છે.