ક્રિકેટ રસીયાઓ માટે ખુશખબર છે. આઈપીએલ પાર્ટ ટુ શિડયુલ જાહેર કરી દેવામાં આવ્યું છે. 19 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે અને મુંબઈ ઈન્ડીયન્સ તથા ચેન્નઈ સુપરકીંગ્ઝ વચ્ચે પ્રથમ મેચ રમાશે.
કોરોનાના કહેરને પગલે અધવચ્ચે સ્થગીત કરી દેવાયેલી આઈપીએલ ટુર્નામેન્ટના બાકીના મેચો હવે સંયુક્ત આરબ અમીરાતમાં રમાડવામાં આવશે. આ નિર્ણય અગાઉ જ લેવાઈ ગયો હતો હવે તેનું સતાવાર સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. 19 સપ્ટેમ્બરથી ટુર્નામેન્ટનો પાર્ટ-ટુ શરુ થશે. મુંબઈ ઈન્ડિયન્સ તથા ચેન્નઈ સુપરલીગ વચ્ચે પ્રથમ મેચ રમાશે. કવોલીફાયર રાઉન્ડનો પ્રથમ મેચ 10 ઓકટોબરે, એલીમીનેટર, 11 ઓકટોબરે રમાશે. બીજો કવોલીફાયર મેચ 13 ઓકટોબરે તથા ફાઈનલ 15 ઓકટોબરે રમાશે. ક્રિકેટ બોર્ડના સૂત્રોએ કહ્યું કે 19 સપ્ટેમ્બરથી 15 ઓકટોબર સુધીના મેચોનું શિડયુલ તુર્તમાં ટીમો ફ્રેન્ચાઈઝીને આપી દેવામાં વશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે સતાવાર રીતે કહ્યું કે આઈપીએલના બાકીના મેચો યુએઈમાં રમાડવામાં આવશે તે માટે શીખ નાહ્યાન બીન મુબારક અલ નાહ્યાન, યુએઈના સાંસ્કૃતિક મંત્રી તથા ખાલીદ અલ જારૂની સાથે મુલાકાત કરી છે. મહતમ વિદેશી ખેલાડીઓ ટુર્નામેન્ટનો હિસ્સો બનશે તેવો વિશ્વાસ છે.
- Advertisement -
જો કે ટી20 વર્લ્ડકપ પુર્વે આ ટુર્નામેન્ટ રમાવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં મે મહિના દરમ્યાન આઈપીએલમાં ચાલુ ટુર્નામેન્ટમાં કોરોનાની એન્ટ્રી થઈ હતી અને તે તાબડતોડ સ્થગીત કરી દેવામાં આવી હતી. 29 મેચ રમાઈ ચૂકયા હતા હવે 30માં મેચથી યુએઈમાં રમાશે. કુલ 31 મેચ રમાશે. દુબઈ, અબુધાબી તથા શારજાહના મેદાનમાં આ મેચો રમાશે.