ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં 30થી વધુ પ્રવાસીઓએ ભોજન લીધા બાદ ફૂડ પોઇઝનિંગની અસર થઇ
ખાસ-ખબર ન્યૂઝ ગોંડલ, તા.20
- Advertisement -
રાજકોટના જેતપુરમાં 30થી વધુ પ્રવાસીને ફૂડ પોઈઝનિંગ થયુ છે. જેમાં ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં ભોજન લીધા બાદ અસર થઇ છે. ગોંડલથી કાગવાડ ખોડલધામ જતી વખતે તબિયત લથડી હતી. તેથી અસરગ્રસ્તોને સારવાર માટે વિરપુરની હોસ્પિટલ ખસેડાયા છે.
આણંદ, નડિયાદ, ગાંધીનગરના પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગ થયુ છે. ગોંડલ સ્વામિનારાયણ મંદિરે રાત્રે ભોજન અને સવારે નાસ્તો કર્યા બાદ ફ્રુડ પોઇઝનિંગની અસર થઈ હોવાની વિગત સામે આવી છે. તેમાં 30 થી વધુ પ્રવાસીઓને ફ્રુડ પોઇઝનિંગની અસર થઈ છે. ફ્રુડ પોઇઝીંગની અસર થનાર તમામ પ્રવાસીઓને સારવાર અર્થ યાત્રાધામ વિરપુરની સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. તમામ લોકો ગોંડલથી કાગવાડ ખોડલધામ જતા સમયે તબિયત લથડી છે.
ફૂડ પોઈઝનિંગ શું છે ? વાસ્તવમાં, ખોરાકમાં રહેલી અશુદ્ધિઓ પેટમાં પહોંચવાને કારણે ફૂડ પોઇઝનિંગ થાય છે. ક્યારેક આવા બે ખોરાકનું મિશ્રણ હોય છે અને ક્યારેક તે ખોરાક રાખવાથી થાય છે. ઘણી વખત ગંદુ પાણી પીવાથી અને ધોયા વગરના ફળો અને શાકભાજી ખાવાથી પણ તે ફૂડ પોઈઝનિંગનું કારણ બને છે.