યાર્ડના ઇતિહાસમાં સૌ પ્રથમવાર જીરુંનો આટલો ઉંચો ભાવ બોલાયો
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રનામાં જીરાની આવક શરૂ ગઈ છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં નવા જીરા નો રેકોર્ડ બ્રેક ભાવ 43,551/- બોલાયા, યાર્ડના ઇતિહાસમાં સૌ પ્રથમ પહેલીવાર ઉંચો ભાવ બોલાયો હતો. સૌરાષ્ટ્રનું પ્રથમ નંબર પર આવતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં આજે ખુલતી બજારે માર્કેટયાર્ડ ખાતે આજે ગોંડલ યાર્ડના ઇતિહાસમાં હાઈએસ્ટ ભાવ રૂપિયા 43,551/- બોલાયા છે ગોંડલ માર્કેટીંગયાર્ડમાં આજે સવારે સૌ પ્રથમ નવા જીરૂની 80 કિલો જીરૂની આવક જોવા મળી હતી જેમાં હરરાજીમાં શ્રી ફળ વધેરીને મુહુર્તના નવા જીરૂની હરરાજી કરવામાં આવી હતી સાણથલીના ખેડૂત અને જીરૂ ખરીદનાર યાર્ડના વેપારીને હાર પહેરાવી મીઠું મોઢું કરાવ્યું હતું.નવા જીરૂના મુહુર્ત ના ભાવ 43,551/- રૂપિયા ખેડૂતો ને મળ્યા હતા.
- Advertisement -
હરરાજી માં 4 મણ નવું જીરૂ આવ્યું હતું એ નવા જીરૂ નો મુહુર્તનો 20 કિલો જીરૂ નો ભાવ 43,551/- સુધીનો સાણથલી ના ખેડૂત અરવિંદભાઈ લાખાભાઈ ધડુક અને ભીખાભાઈ હરિભાઈ કચ્છી ને મળ્યા હતા યાર્ડ માં પરબઘણી એન્ટરપ્રાઇઝના વેપારી મેહુલભાઈ ખાખરીયાએ આ નવા જીરૂ ની ખરીદી કરી હતી ખેડૂત અને વેપારી ને હાર તોળા કર્યા હતા પેંડા ખવડાવી મીઠું મોઢું કરાવ્યું હતું ભાવ સારા મળતા ખેડૂત ખુશખુશાલ થયા હતા મુહુર્ત ના નવા જીરૂ ની હરરાજી જોવા મોટી સંખ્યામાં વેપારી, દલાલો અને ખેડૂતો ઉમટી પડ્યા હતા, સાથે આવા જ સારા ભાવો મળતા રહે તેવી ખેડૂતો અને વેપારીઓ આશા રાખી રહ્યા છે. સાથે જ સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જણસી વેચવા માટે ગોંડલ માર્કેટયાર્ડજ પસંદ કરે છે ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અને પોરબંદર ના ખંભાળિયા અને ગોંડલ જસદણ તાલુકામાંથી ખેડૂતો જીરૂ લઈને ગોંડલ માર્કેટયાર્ડ માં આવી પોહચે છે.અને ખેડૂતોને સારા એવા ભાવો મળી રહ્યા છે,અને હાલ માર્કેટીંગ યાર્ડમાં જીરૂં લઈને આવેલ ખેડૂતોને 43,551/- ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી.
ગોંડલ માર્કેટીંગયાર્ડ માં ગત વર્ષે સવારે સૌ પ્રથમ નવા જીરૂ ની 3 ગુણીની આવક જોવા મળી હતી. ગત વર્ષે નવા જીરૂ નો મુહુર્તનો 20 કિલો જીરૂ નો ભાવ 36001/- સુધીનો મોટા દડવા ના ખેડૂત ધર્મેન્દ્રભાઈ વસાણી અને સાણથલી ના ખેડૂત રમેશભાઈ ઉકાભાઈ કચ્છી ને મળ્યા હતા યાર્ડ માં પરબઘણી એન્ટરપ્રાઇઝ ના વેપારી મેહુલભાઈ ખાખરીયાએ આ નવા જીરૂની ખરીદી કરી હતી.