રાજકોટમાં ગોંડલ ચોકડીએ ટ્રાયેન્ગલ બ્રિજનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. ત્યારે મોટી દુર્ઘટના બનતા સહેજમાં અટકી હતી. બ્રિજનું કામ ચાલતું હતું ત્યારે અચાનક ઉપરથી મોટી ક્રેન નીચે પડી હતી.
જો કે સદનસીબે નીચે કોઈ વાહન ન હતું તેથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે અને બાજુમાં રહેલા એક ઈકો કારમાં નુકસાન થવા પામ્યું છે અને કોઈ જાનહાની થવા પામી નથી.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે સવારના સમયે આ દુર્ઘટના બની હોવાનું અને ક્રેન ચાલકે કાબુ ગુમાવતા ક્રેન નીચે પડી હોવાનું સામે આવ્યું છે. હાલ ક્રેનને ઉઠાવી રસ્તા પરથી ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો હતો.