શહેરના સ્ટેશન પ્લોટમાં રહેતા નિવૃત્ત દંપતીને ઘરના આધારસ્તંભ સમાન મોટા પુત્રએ પુત્રની ફરજનું ભાન ભૂલી વારસાઈ મકાનના પૈસા બાબતે માતા-પિતાને ધમકાવી પાઇપ વડે માર મારતા લોકો ફિટકાર વર્ષાવી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેશન પ્લોટ શેરી નંબર એક યાજ્ઞિક હનુમાનજી મંદિરની સામે રહેતા દિલીપસિંહ ભાવસિંહ સોલંકી ઉ.વ. 63 એ પોતાના પુત્ર રાજદીપસિંહ વિરુદ્ધ પોલીસ મથકમાં વારસાઈ મકાન વેચીને પૈસા આપવા બાબતે ગાળો ભાંડી ઢીકા પાટું અને લોખંડ ના પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 323 504 જી પી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
દિલીપ સિંહ સોલંકી એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે રાજદીપસિંહ બપોરના 1:00 વાગ્યે અમારા ઘરે ધસી આવ્યો હતો અને વારસાઈ મકાન વહેચી પૈસા આપવાની માંગ કરી હતી જે બાબતે અમે ના પાડતા મને તથા મારા પત્ની વસંત બા ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી
જ્યારે સામાપક્ષે રાજદીપસિંહે પિતા દિલીપસિંહ અને માતા વસંતબા વિરુદ્ધ માર મારી ઈજા પહોંચાડવાની ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે હું પારસ રેસિડેન્સીમાં પત્ની અને પુત્રી ના પરિવાર સાથે અલગ રહું છું મને પાંચ માસ પહેલા પક્ષઘાતનો હુમલો આવ્યો હતો અને જામનગરના ડોક્ટરની દવા ચાલુ છે મારે માત્ર રૂપિયા 10 હજારની જરૂર હતી જે માંગતા માતા-પિતાએ હુમલો કરી ઈજા પહોંચાડી છે


