ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ અને ગોંડલ સાઇકલ હેલ્થ કલબ દ્વારા તા. 11મી મે રવિવારે પૂનમની ચાંદની રાત્રિએ ગોંડલથી અનલગઢ રાત્રિના 9-00 વાગ્યાથી 12-00 દરમ્યાન બાળકો અને યુવા ભાઈ-બહેનો અને સાયક્લિગં કરી શકે તેવા તમામ નગરજનો માટે ‘ફૂલ મૂન નાઈટ સાઈકલિંગ એડવેન્ચર ઇવેન્ટ 2025’નું આયોજન કરવામાં આવેલ છે.શાળા વેકેશન સમયમાં ગોંડલના યુવા ભાઈ-બહેનો અને બાળકોને સાયક્લિગંનું મહત્વ સમજાવવા આ નાઈટ એડવેન્ચર સાયક્લિગં ગોંડલ કોલેજ ચોક ભગવત ગાર્ડનથી શરૂ કરી મીની મહાબળેશ્ર્વર અનલગઢ ખાતે સાયક્લિગં કરી પહોંચવાનું રહેશે. પૂનમની શીતળ અને ચાંદની રાત્રિનો અદ્દભુત આનંદ અને નાઈટ સાયક્લિગંના એડવેન્ચરનો ડબલ લાભ લેવા ગોંડલના બાળકો યુવા ભાઈ-બહેનો અને નગરજનોને આ ઇવેન્ટ્સમાં ભાગ લેવા માટેનું એન્ટ્રી ફોર્મ પટેલ બુક સ્ટોર, ટોળીયા ન્યૂઝ એજન્સીની બાજુમાં લીલાપીઠ સામેથી એન્ટ્રી ફોર્મ મેળવીને તા. 9મી મે શુક્રવાર સાંજ સુધીમાં પરત કરવાનું રહેશે.
- Advertisement -
આ ઇવેન્ટ્સમાં ભાગ લેનાર માટે અનલગઢ ખાતે અલ્પાહાર તથા કોલ્ડ્રિંકસની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. કાર્યક્રમના આયોજનને સફળ બનાવવા હિતેશભાઈ દવે, રવિ દર્શનભાઈ આચાર્ય, પિન્ટુભાઈ ચાવડા, રમજુભા જાડેજા, સી. પી. જાડેજા, સ્મોલ સાઇકલ ગોંડલ, વાય. ડી. ગોહિલ, જીગર સાટોડીયા, મધુભાઈ તન્ના, સંદીપભાઈ છોટાળા, વહીવટી વિભાગના અધિકારી, પોલીસ વિભાગ ગોંડલ સહયોગ અને સહકાર આપી રહેલ છે. તારીખ 11મી મે રવિવાર રાત્રે 9 કલાકેથી 12 વાગ્યા સુધી કોલેજ ચોક, ભગવત ગાર્ડન સામે તમામને ભેગુ થવાનું રહેશે. ઇવેન્ટ્સમાં ભાગ લેવા માટે એન્ટ્રી ફોર્મ પટેલ બુક સ્ટોર ગોંડલ ખાતેથી મેળવીને તા. 9-5-2025 સાંજ સુધીમાં પરત કરવાના રહેશે. વધુ વિગત માટે સંપર્ક 9909987711 પર સંપર્ક કરી શકાશે.



