ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ ના પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે દ્વારા 24મી માર્ચ 2021 બુધવારે ગુરુપુષ્યઅમૃત યોગ અન્વયે પંચવટી સોસાયટી,સહજાનંદનગર, મહાકાળીનગર,રામ નગર,ભગવનાથ નગર 1-2 તેમજ આસપાસ ની સોસાયટીના 1થી10 વર્ષ સુધીના બાળકો માટે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ઔષધ પીવરાવવાનું આયોજન કરવામાં આવેલ છે..
તેમજ ગોંડલ આસપાસની ઝૂંપડપટ્ટીના અભ્યાસ કરતા બાળકોને પણ આ સુવર્ણપ્રાશન ઔષધ મૂલ્યે આપવામાં આવશે.વૈદિક પદ્ધતિથી અને અમૂલ્ય ઔષધોથી તૈયાર થયેલ આ સુવર્ણપ્રાશન ઔષધ ગોંડલ ના સેવાભાવી નયનભાઈ જોશી અને કેવલ્યભાઈ જોશી પરિવાર તરફથી વિનામૂલ્યે પૂરું પાડવામાં આવે છે.
આ સુવર્ણપ્રાશન સેવા પંચવટી સોસાયટી,ગણપતિજી ના મંદિર સામે,હિતેશભાઈ દવે ના નિવાસ સ્થાનેથી,તેમજ ભવનાથનગર-1,અરવિંદભાઈ અવાસીયા, ” હાટકેશકૃપા “,શેરી નં.4,મોબાઇલ ટાવરવાળી શેરીમાં,મોબા.નં. 9427721974,તેમજ યતીનભાઈ ઉપાધ્યાય,” માઁ “, બ્લોક નં.19,ભવનાથનગર-2, પવનચક્કીવાળી શેરી,મોબા.નં.9408122261,ખાતે તા.24મી માર્ચ બુધવારે સવારે 10 વાગ્યા થી બપોરના 2 વાગ્યા સુધી સેવા નો લાભ મળશે.
પંચવટી સોસાયટી,સહજાનંદ નગર રામનગર ,ભવનાથનગર1-2તેમજ આસપાસ ના બાળકો આ વ્યવસ્થાનો લાભ લ્યે તેવી અપીલ કરવામાં આવેલ છે..
હિતેશભાઈ દવે અને જતન દવે રૂબરૂ જઈને ગરીબ બાળકોને સુવર્ણપ્રાશન ઔષધ પીવરાવવામાં આવશે…જેમાં કિરણબેન દવે,જયશ્રીબેન જોશી, દેવલબેન ઉપાધ્યાય, અરવિંદભાઈ અવાસીયા,સહયોગ કરી રહ્યા છે.


