ગોંડલ
ગોંડલ નગરપાલિકાની 44 બેઠકો માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષમાંથી ઉમેદવારોએ દમદાર દાવેદારી નોંધાવી છે ત્યારે ઉમેદવારોના શિક્ષણમાં અભણ, અલ્પશિક્ષિત થી લઇ ઉચ્ચ શિક્ષણ ધરાવતા ઉમેદવારો નજરે પડી રહ્યા છે.
- Advertisement -
ઉમેદવારોની શિક્ષણ યાદીમાં અભણ માં અપક્ષના ઉમેદવાર સલીમભાઈ ચૌહાણ, કોંગ્રેસના હેમીબેન પીપળીયા, ધોરણ-1 પાસમાં આમદભાઈ ચૌહાણ અપક્ષ, ધોરણ 2 પાસ માં ભાજપના અનિતાબેન રાજ્યગુરુ, આપ ના રેશ્માબેન કાથરોટીયા, ધોરણ 3 પાસ માં સમજુબેન રુખડભાઈ ભાજપ, ધોરણ 4 પાસમાં ભાજપના હાજરાબેન ચૌહાણ, ધોરણ 7 પાસમાં ભાજપના કાંતાબેન સાટોડીયા, આપના ઇલાબેન ગણોદિયા, 8 પાસમાં કોંગ્રેસના અફઝલ પરિયટ, અને 10 નાપાસમાં ભાજપના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચંદુભાઇ ડાભી અને કોંગ્રેસના ફઝલભાઈ માંડવીયા નો સમાવેશ થાય છે.
અભણ અને અલ્પ શિક્ષક ની લગોલગ ઉચોસણ મેળવનારાઓ પણ છે જેમાં ભાજપના રાજેન્દ્રસિંહ જાડેજા અને અર્પણાબેન આચાર્ય એ બીએ પાસ છે, ભાજપ ના રાજુભાઈ ઘાના બીએ એલએલબી, હંસાબેન માધડ અને વસંતબેન ટોળીયા એલએલબી, કોંગ્રેસ ના ગીતાબેન પારધી બીએ ટીટીએનસી, ભાજપના સોનલબેન ધડુક એમએ, અને ભાજપના આસિફભાઇ ઝકરિયા એમકોમ એલએલબી ની ડીગ્રી ધરાવે છે.


