ગોંડલ
અધિક્ષક ડાકઘર, ગોંડલ વિભાગ, ગોંડલ દ્વારા પોસ્ટલ લાઈફ ઇન્શ્યોરન્સ / રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્શ્યોરન્સ ના કાર્ય માટે ડાયરેક્ટ એજન્ટ ની પસંદગી કરવાના હેતુસર ” વોક – ઇન – ઇન્ટરવ્યુ ” નું આયોજન તા. 01.03.2021 ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે અધિક્ષક ડાકઘર ની કચેરી, બીજો માળ, હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ, દેવપરા, ગોંડલ ખાતે કરવામાં આવેલ છે. આથી ગ્રામ્ય વિસ્તાર માં રહેતા ધોરણ ૧૦ પાસ કરેલ હોય તેવા ઉમેદવાર અને શહેરી વિસ્તાર માં રહેતા ધોરણ ૧૨ પાસ ઉમેદવાર એ નિર્ધારિત તારીખે અને સમયે પોતાના બાયો-ડેટા, ઉમર નું પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાતો, આવશ્યક અસલ સર્ટિફિકેટ તેમજ તેની પ્રમાણિત નકલો અને બે પાસપોર્ટ સાઈઝ ના ફોટોગ્રાફ સાથે ઉપર જણાવેલ તારીખે અને સમયે હાજર રહેવા જણાવાયું છે.