મોબાઈલ રોકડ રકમ સહિત 23120 નો મુદ્દામાલ જપ્ત કરાયો
ગોંડલ
- Advertisement -
ગોંડલ શહેર પોલીસ જુગારના અડ્ડાઓ બંધ કરાવવા એક જગ્યાએ દરોડો પાડે ત્યાં નવા 13 જગ્યાએ હાટડા ખુલી જતા હોય નુતન સ્કૂલ પાસે અને ભોજરાજપરામાં બે દરોડા પાડી રૂપિયા 23120 ના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સીટી પોલીસે નુતન સ્કૂલ પાસે આવતા જતા માણસો ને વરલીના આંકડા અને ચિઠ્ઠી આપી જુગાર રમાડતા મુકેશ હમીરભાઇ ડોડીયા રહે ગુજરાત પરા શેરી નંબર 9 માર્ગ નંબર 30 વાળાને રોકડા રૂપિયા 11540 અને મોબાઇલ મળી રૂ 17040 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો
જ્યારે બીજો દરોડો ભોજરાજપરા શેરી નંબર 20 માં પાડી વરલી નો જુગાર રમાડતા કમલેશ જીવરાજભાઈ ભુવા રહે કૃષ્ણ નગર શેરી નંબર 2 વાળાને રોકડા રૂપિયા 11180 અને મોબાઇલ મળી કુલ રૂપિયા 16180 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી


