ગોંડલ
ગોંડલ તાલુકાના વાસાવડ ગામે રહેતા લીલાબેન મગનભાઈ ચાવડા ઉમર વર્ષ 60 પોતાના ઘર પાસે ગાયને રોટલી ખવડાવતા હતા ત્યારે ફારૂક બચુભાઈ ભટ્ટી એ એઠવાડ નો ઘા કરતા બોલાચાલી થવા પામી હતી બાદમાં ફારૂક અને તેના પુત્ર સોહિલે લોખંડના સળિયા અને લાકડી વડે હુમલો કરી ગાળો ભાંડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 323 504 506 2 114 તથા જી.પી.એફ 135 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી


