ગોંડલ
મુક્તેશ્વર સેવાટ્રસ્ટ ગોંડલ દ્વારા હિન્દુ શાસ્ત્ર મુજબ મૃત્ય બાદ ગંગાજી માં અસ્થિ વિષર્જન મહત્વ ખૂબ જ છે. ત્યારે ભગવદ ભૂમિ ગોંડલ માં છેલા ઘણા વર્ષો થી મુક્તેશ્વર સેવાટ્રસ્ટ ગોંડલ દ્વારા શ્મશાન થી ગોંડલ વાસીના સ્નેહીજનો , પરિવારજનોની અસ્થિ નું હરિદ્વાર ગંગાજી ખાતે સમૂહ અસ્થિ-વિસર્જન પૂજા કરવામાં આવી હતી આ વર્ષે પણ તારીખ 9/2/2021ને મંગળવાર ના રોજ હરિદ્વાર માં સમુહ “અસ્થિ-વિસર્જન” પૂજા કરવામાં આવી હતી આ કાર્ય માં મુક્તેશ્વર સેવાટ્રસ્ટ ગોંડલ તરફથી નિલેષભાઈ ધડુક , સંજયભાઈ માલવીયા, શૈલેષભાઈ રાણપરિયા , શૈલેષભાઈ રૈયાણી, તેમજ દિનેશભાઈ રૈયાણી ના હસ્તે હરિદ્વાર ગંગાજી ખાતે સમૂહ અસ્થિ-વિસર્જન” પૂજા કરવામાં આવી હતી


