ગોંડલ
ગોંડલના રાજવી કાળના અને હાલ હેરિટેજ હોટેલ બનેલ ઓર્ચાર્ડ પેલેસમાં વિદેશી દારૂ વેચવા ની અપાયેલ પરમીટ ને લઇ કોંગ્રેસી આગેવાનો દ્વારા વિરોધ દર્શાવતું પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વહેલી તકે વિદેશી દારૂ વેચવાની પરમિટ રદ્દ થાય તેવી માંગ કરવામાં આવી હતી.
- Advertisement -
ગોંડલ નાગરિક સહકારી બેંકના પૂર્વ ચેરમેન પૂર્વ પાલિકાના સદસ્ય અને કોંગ્રેસી આગેવાન યતીશભાઈ દેસાઈ, આશિષભાઈ કુંજડિયા, કુલદીપસિંહ જાડેજા, ઋષભરાજસિંહ પરમાર સહિતનાઓ દ્વારા પ્રાંત અધિકારી રાજેશકુમાર આલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવાયું હતું કે મહારાજા સર ભગવતસિંહજી ની પવિત્ર ભૂમિ ગોંડલમાં રાષ્ટ્રપિતા ગાંધીજીએ રોકાણ કર્યું હતું આવી પવિત્ર ભૂમિ ઉપર ઓર્ચાર્ડ પેલેસમાં ખાતે વિદેશી દારૂ વેચવા ની પરમિટ આપવામાં આવી છે જે ખરેખર ગોંડલની કમનસીબી છે આ પરમિટ તાકીદે રદ્દ થવી જોઈએ તેવી અમારી માંગ છે તેવું અંતમાં જણાવ્યું હતું