ગોંડલ
ગોંડલના મોવિયા રોડ રેતી ચોક પાનની દુકાનની પાછળ બિનવારસી સેન્ટ્રો કારમાં વિદેશી દારૂનો જથ્થો સીટી પોલીસે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી
- Advertisement -
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ સિટી પોલીસે બાતમીના આધારે રેતી ચોક શક્તિ પાન પાછળ ખુલ્લી જગ્યામાં બિનવારસી GJ03DD4803 નંબરની સેન્ટ્રો કાર ની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 750 એમએલ ની બોટલ નંગ 59 કિંમત રૂપિયા 7200 અને સેન્ટ્રો કાર ની કિંમત રૂપિયા 50 હજાર મળી કુલ રૂપિયા 57209 મુદ્દામાલ પકડી કાર્યવાહી હાથ ધરી હતી.
ગોંડલ શહેરના વિવિધ વિસ્તારોમાં દારૂના વેપલા કરતા કેટલાક બુટલેગરો દ્વારા ચોરાઉ બાઈક-ગાડીઓ નો સહારો લઈ વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોય ખુલ્લી જગ્યા કે ખુલ્લા પ્લોટમાં બિનવારસી હાલતમાં વાહનો ઉભા રાખી બુટલેગરો દ્વારા તેના પર વોચ રાખી ખુલ્લેઆમ દારૂનો વેપલો કરવામાં આવતો હોવાની ચર્ચાઓ થઈ રહી છે.