ચાર કિલોમીટર સુધી ની લાંબી કતારો લાગી
ખેડૂતોને બે હજારથી લઈને 3500 રૂપિયા સુધીના મળી રહ્યા છે ભાવ
- Advertisement -
દૂર દૂરથી ખેડૂતો મરચા વેચવા આવી રહ્યા છે ગોંડલ
સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્ર, ગુજરાત ઉપરાંત દેશના વિવિધ વિસ્તારોમાંથી જણસીની ખરીદી કરવા લોકો અને વેપારીઓ આવી રહ્યા છે. ત્યારે રવિવારે યાર્ડના તંત્ર દ્વારા લાલ મરચાંની આવક શરૂ કરવામાં આવી હતી અને આજે સોમવારે ગોંડલીયા મરચાની 70 હજારથી પણ વધુ ભારીની બમ્પર આવક નોંધાઇ હતી. જેને પગલે માર્કેટિંગ યાર્ડનું મેદાન, શેડ અને ગોડાઉન પણ ટૂંકા પડ્યા હતા.
- Advertisement -
ખેડૂતોને 2000થી 3500 રૂપિયા સુધીનો ભાવ બોલાયો
ગોંડલનું મરચું સમગ્ર દેશમાં વખણાય છે, અને આ ગોંડલિયા મરચાને ખરીદવા માટે વેપારીઓ ગામેગામથી આવે છે. જેની આવી બમ્પર આવકને અનુરૂપ યાર્ડમાં આવેલા પ્રત્યેક ખેડૂતોને એક મણ મરચાનાં 2000થી લઈને 3500 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા એટલી સરળ અને સહજ છે કે ખેડૂતોને એક પણ જાતની અડચણ ઉભી થતી નથી.