ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકામાં જુન ત્રિમાસિક ગાળાનો આર્થિક વિકાસ દર અપેક્ષા કરતા સારો રહ્યાના આવેલા અંદાજ બાદ શુક્રવારે જાહેર થનારા ફુગાવાના આંક પહેલા વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં જોવા મળેલી સ્થિરતાને પગલે ઘરઆંગણે સોનામાં આગલા બંધથી લગભગ ટકેલું વલણ રહ્યું હતું પરંતુ ચાંદીમાં સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો.
વિશ્વ બજારમાં ક્રુડ તેલ સપ્તાહ અંતે ટકી રહ્યું હતું જ્યારે સ્થાનિક ફોરેકસ બજારમાં વૈશ્વિક ચલણો સામે રૂપિયામાં મજબૂતાઈ જોવા મળી હતી. ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં સોનું 99.90 દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા 58055 રહ્યા હતા. જે આગલા બંધની સરખામણીએ લગભગ સ્થિર હતા.