ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
સોના ચાંદીના ભાવમાં આજે ફરી ઘરખમ વધારો નોંધાયો છે.સોનામાં આજે રૂ.1200નો ઘરખમ વધારો થયો છે. તેની સાથે જ સોનું ફરી રૂ.90000ની પાર પહોંચી ગયું છે યુક્રેન રશીયના યુદ્ધના વિરામ વચ્ચે રશીયાએ નીયમો મુકતા વાત ફરી ટલ્લે ચડી છે.
- Advertisement -
યુદ્ધ વિરામના ભણકારા વચ્ચે ફરી શરતો લાગુ થતા પરિસ્થિતિ વિપરીત બની છે.યુક્રેન અમીરાકાની 30 દિવસની યુદ્ધ વિરામના ઓફર સ્વીકારતા સોનામાં તેજીને બ્રેક લાગી હતી.
પરંતુ ફરી રશીયાના નિયમોએ અટકલો ઉભા કર્યા છે આ ઉપરાંત શેર બજારમાં ભારે મંદિનો માહોલ છવાયો છે. જેના કારણે લાખો લોકોના પૈસા ડૂબ્યા છે શેર બજારમાં પૈસા ડુબતા લોકો સોના તરફ વળ્યા છે. જેને કારણે બજારમાં વેચાવલી વધી છે. સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો દોર યથાવત છે. ચાંદીમાં આજે રૂ.1800નો વધારો થયો છે. તેની સાથે ચાંદી રૂ.103000ના સ્તરે પહોચ્યું છે.