ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18
દુનિયામાં યુદ્ધ-ભૌગોલીક ટેન્શન જેવા અનેકવિધ કારણોથી રેકોર્ડબ્રેક સ્તરે રહેલા સોનાના ભાવમાં છેલ્લા બે-ત્રણ દિવસથી રાહત છે.પરંતુ ચાલુ વર્ષનાં અંત સુધીમાં તેમાં 15 ટકાનો વધારો થવાની શકયતા છે. ચાલુ વર્ષનાં પ્રથમ છ માસમાં ભાવ 26 ટકા વધ્યો હતો અને બીજા છ માસમાં વધુ 15 ટકા વધી શકે છે.વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનાં રિપોર્ટ પ્રમાણે ચાલુ વર્ષે જાન્યુઆરીથી જુનમાં રૂપિયાની કરન્સીનાં ધોરણે સોનામાં 26 ટકાનું રીટર્ન મળ્યું છે. તૂર્કીની લીરા કરન્સીનાં ધોરણે સૌથી વધુ 41.9 ટકા રીટર્ન હતું તે પછી બીજા ક્રમે 26 ટકા રીટર્ન ભારતીય કરન્સીમાં મળ્યુ છે. ચાલુ વર્ષનાં બીજા અર્ધ વાર્ષિક સમયગાળામાં 515 સોનામાં તેજી જ રહેવાનો આશાવાદ છે.દુનિયાનાં અનેક દેશોની સેન્ટ્રલ બેંકો ખરીદી યથાવત રાખે તેવી સંભાવના છે.ઘટતા વ્યાજદર-યુદ્ધ-ભૌગોલીક ટેન્શનને કારણે અનિશ્ચિતતાનો માહોલ ઈન્વેસ્ટમેન્ટરોને વધુ રોકાણ કરવા પ્રેરી શકે છે. ભારતમાં દશેરા-દિવાળીની ફેસ્ટીવલ સિઝન આવશે અને તેમાં ડીમાંડમાં સંભવિત મોટો વધારો પણ અસર પાડી શકે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનાં અનુમાન મુજબ પ્રવર્તમાન તેજી બની રહેવાના સંજોગોમાં ડીસેમ્બર અંત સુધીમાં સોનામાં વધુ 15 ટકાનો વધારો સંભવ છે અને વૈશ્વિક ભાવ 3839 ડોલર સુધી પહોંચી શકે છે જે સંજોગોમાં સોનામાં વાર્ષિક રીટર્ન 40 ટકા થઈ કે છે.
- Advertisement -
જોકે ભાવ પાછા પડવાના સંજોગોમાં 12 થી 17 ટકા નીચા આવવાની પણ શકયતા નકારાતી નથી. યુદ્ધ અટકે અને ભૌગોલીક ટેન્શનો દુર થવાના સંજોગો મંદીનો માર્ગ ખુલી શકે પરંતુ તેવી સંભાવના ઓછી છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનો રીપોર્ટ: ઘટતા વ્યાજદર, યુદ્ધ-ભૌગોલિક ટેન્શન, સેન્ટ્રલ બેંકોની ખરીદી જેવા કારણો ભાવ 3839 ડોલર સુધી પહોંચાડી શકે છે
દાગીનાની 80% ખરીદી જુનાં સોનાના બદલામાં થાય છે
- Advertisement -
એપ્રિલ-જુનમાં ગુજરાતની સોનાની આયાતમાં 64 ટકાનું મોટુ ગાબડુ
સોનાના ભાવ છેલ્લા કેટલાંક વખતથી એક લાખની આસપાસ જ ઘુમરાય રહ્યા છે અને તેની ખરીદી સામાન્ય લોકોની પહોંચની બહાર છે જયારે ગુજરાતમાં દાગીનાની 80 ટકા ખરીદી જુનુ સોનું આપીને નવુ લેવાના ધોરણે થતી હોવાનો નિર્દેશ ઝવેરીઓએ આપ્યો છે. ઈન્ડિયા બુલીયન એન્ડ જવેલર્સ એસોસીએશનનાં અંદાજ મુજબ દાગીનાની 80 ટકા ખરીદીમાં ગ્રાહકો, જુનુ સોનુ પરત કરે છે. અત્યાર સુધી આ ટકાવારી 50 ટકા આસપાસ હતી પરંતુ હવે ભાવ એક લાખના સ્તરે હોવાથી પ્રમાણ 80 ટકા સુધી પહોંચી ગયવુ છે. જવેલર્સ એસોસીએશનનાં મનોજ સોનીએ કહ્યું કે જુના અથવા તૂટેલા કટકા પરત આપીને ગ્રાહકો તેટલા જ બજેટમાં હલકા વજનનાં દાગીના ખરીદવાનો ટ્રેન્ડ અપનાવી રહ્યા છે. લગ્નની ખરીદીમાં પણ આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનાં રીપોર્ટ મુજબ ઉંચા ભાવને કારણે સોનાની ડીમાંડ નબળી જ રહી શકે જાન્યુઆરીથી જુનમાં ગુજરાતમાં 37.37 ટન સોનાની આયાત થઈ હતી તે ગત વર્ષનાં આ સમયગાળામાં 42.11 ટન હતી. 12 ટકાનો ઘટાડો સુચવાય છે. અમદાવાદ એરકાર્ગો કોમ્પલેકસનાં રિપોર્ટ મુજબ એપ્રિલથી જુનના ત્રણ માસની આયાત ધ્યાને લેવામાં આવે તો 64 ટકા ઘટીને માત્ર 6.82 ટન જ રહી છે.