સતત 300થી 700ની વધઘટ ગોલ્ડ માર્કેટમાં રહેતા ખરીદી પર અસર
ગોલ્ડના ભાવમાં એકાએક વધારો જોવા મળ્યો છે. 10 ગ્રામ ગોલ્ડનો ભાવ 62,500 હતો જે વધીને 64,700 સુધી પહોચ્યો છે. છેલ્લા છ મહિનાથી સતત ગોલ્ડના ભાવમાં 300થી 700 સુધી વધઘટ જોવા મળી રહી છે. ગોલ્ડના ભાવ અપડાઉન થતાં ગોલ્ડ માર્કેટ પર પણ અસર પડી રહી છે. લગ્ન સીઝનમાં પણ વધઘટ વચ્ચે ઘરાકી સારી રહી હતી. હવે ગોલ્ડની ખરીદી પર બ્રેક વાગીગઇ છે.
- Advertisement -
લગ્ન સીઝનમાં શોરૂમનના માલિકોઓ દાગીના બનાવવાના મોટા ઓર્ડરો લીધા હતા.જૂના દાગીના આપીને નવા દાગીના લેવા માટે ગ્રાહકો શોરૂમમાં આવતા હતા. આમ એકદંરે ઘરાકી સારી રહી હતી. લગ્ન સીઝીન પૂર્ણ થતા હવે ઘરાકી પર બ્રેક વાગી ગઇ છે અને બીજી તરફ ગોલ્ડના ભાવમાં પણ વધારો થઇ ગયો છે. ગોલ્ડ કોઇનની ડિમાન્ડ પણ વધારે છે. હાઇ પ્રોફાઇલ લગ્નોમાં કંકોત્રીની સાથે ગોલ્ડ કોઇન પણ આપવામા આવે છે. ગોલ્ડના ભાવની સાથે ચાંદીના ભાવ પણ વધી રહ્યા છે.