ગોલ્ડ લોનનો હપ્તો ન ચૂકવનારા પાસે પૂરી રકમ વસૂલવાનો નિર્દેશ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ઈમર્જન્સીમાં ગોલ્ડ લોન (સોના પરથી ધિરાતા) સરળતાથી મળી જાય છે. ગોલ્ડ લોન લેવા માટે બહુ ઝાઝા દસ્તાવેજી પુરાવાની જરૂર નથી પડતી. ઉલ્લેખનીય છે કે, સોનુ આ વર્ષે અત્યાર સુધીમાં 17 ટકાથી વધુ મોંઘુ થઈ ચૂકયું છે. આ પરિસ્થિતિમાં એક ખબર મુજબ બેંકોએ બધી શાખાઓને હપ્તો ન ચૂકવનાર લોકોની ગોલ્ડ લોન રિન્યુ ન કરવાનું કહ્યુંં છે.
- Advertisement -
બેંકોએ ગ્રાહકોને નિર્દેશ આપ્યો છે કે, તે ગોલ્ડ લોન લેનારા ગ્રાહકને લોનની રકમ ચૂકવવા અને લોન બંધ કરવાનું કહે, નહીં કે તેને રિન્યુ કરે.
હંમેશા એવું જોવામાં આવ્યું છે કે જો કોઈ શખ્સે ગોલ્ડ લોન લીધી છે ને તે કોઈ કારણથી માસિક હપ્તો નથી ચૂકવી શકયો, આ સમયમાં કેટલાક સમય બાદ લોનની રકમ વધુ જાય છે, જેની અસર ગ્રાહક પર પડે છે. જયારે સમયની સાથે ગોલ્ડની પણ કિંમત વધી જાય છે. આ પરિસ્થિતિમાં ગ્રાહક એ બ્રાન્ચ પાસે જાય છે. જયાં તેણે ગોલ્ડ લોન લીધી હોય છે, તે ત્યાં જઈને લોનને રિન્યુ કરાવી લે છે. આથી ગ્રાહકને ભારે નુકશાન અને હપ્તો ચુકી જવા પર મુકિત મળી જાય છે. સામાન્ય રીતે ગ્રાહકને ગોલ્ડની કિંમત પર 75 ટકા ગોલ્ડ લોન મળી જાય છે.
આરબીઆઈએ ગોલ્ડ લોન કંપનીઓને રોકડમાં લોન ન આપવાનો પણ નિર્દેશ કર્યો છે. બેંક કે આવી કંપનીઓ માત્ર 20 હજાર રૂપિયા સુધીની લોનની રકમ જ રોકડ તરીકે આપી શકે છે, પણ આરબીઆઈએ જાણ્યું કે અહીં આ સીમાનું ઉલ્લંઘન થાય છે. દાખલા તરીકે ગ્રાહકના આભુષણોનું મૂલ્ય 1 લાખ રૂપિયા આંકવામાં આવ્યું ત્યાર બાદ સોનાનો બજાર ભાવ વધવાથી ગીરવી રાખેલા આભુષણોની કિંમત વધીને 1.50 લાખ રૂપિયા થઈ ગઈ તો ગ્રાહક તે લોન વધારીને 1.50 લાખ કરાવી શકતો હતો અને તેને લોક અપગ્રેડ કરાવવા પર 50 હજાર રૂપિયા વધુ મળી જતા હતા હવે બેંકોને નિર્દેશ અપાયો છે કે ગ્રાહકની લોનને અપગ્રેડ ન કરવામાં આવે તેને લોનના પૂરા પૈસા ચૂકવીને નવી લોન લેવાનું કરે.
રેટીંગ એજન્સી ફીચે જણાવ્યું છે કે, સોનાના બદલામાં રોકડ લોન લેવા પર આરબીઆઈએ જે સીમા નકકી કરી છે એથી નવી લોન મળવાનો દર ધીમા થઈ શકે છે. કેટલાક લોન લેનારાઓ જે હજુ પણ રોકડ લોન લેવાને પ્રાથમિકતા આપે છે તે અનૌપચારિક ક્ષેત્ર જેવા ઉપલબ્ધ વિકલ્પ તરફ વળી શકે છે.



