યુવાનને અમદાવાદ ખસેડવામાં આવતો હતો ત્યારે જ દમ તોડી દીધો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ તાલુકાના ગોલાધરમાં રહેતી મિલતબેન ઓધવજીભાઇએ 2020ના વર્ષમાં ગામમાં અજય પ્રવિણ મકવાણા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. મિતલબેનના પિતાનેએ પસંદ પડયુ ન હતુ. આ બાબતે ત્યારે અજય પ્રવિણ મકવાણા અને તેના પરિવારજનોએ હુમલો કરતા મિલતબેનના પિતા ઓધવજીભાઇનું મોત થયુ હતુ. આ મામલે અજય સહિતનાઓ સામે હત્યાનો ગુનો દાખલ થયો હતો જેમાં તે જેલમાં જતો રહેતા મિતલબેને છુટાછેડા લઇ લીધા હતા.
- Advertisement -
થોડા દિવસ પહેલા મિતલબેને ગામના જય ગોપાલભાઇ કાલરીયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા એવામાં અજય અને તેના ભાઇઓ જેલમાંથી છૂટી આવ્યા હતા. ગત તા.10ના મિતલબેન અને તેના પતિ જય કાલરીયા બાઇક પર જૂનાગઢ તરફ જતા હતા ત્યારે અજય પ્રવિણ મકવાણા, વિજય પ્રવિણ મકવાણા અને મિલત પ્રવિણ મકવાણાએ બાઇકને રોકી મિતલબેનને અમે તારા બાપને મારીનાખ્યો અને છુટી પણ ગયા, તમે શું કરી લીધુ, હવે તમને બંનેને મારી નાખવા છે એમ કહી મિતલબેન અને તેના પતિ જય કાલરીયા પર પાઇપ વડે હુમલો કર્યો હતો. જય કાલરીયાને માથામાં ગંભીર ઇજા થઇહતી તે વખતે તાલુકા પોલીસે ત્રણેય ભાઇની ધરપકડ કરી હતી. દરમિયાન જય કાલરીયાની તબીયત વધુ ખરાબ થતા તેને જૂનાગઢથી અમદાવાદ લઇ જવામાં તેનું મોત થયુ હતુ.
આ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યુ હતુ કે જય કાલરીયા સિવિલમાં સારવાર હેઠળ હતો. આંતરિક ઇજાના કારણે તેની તબિયત લથડતા રાત્રીના અમદાવાદ રિફર કરાયો હતો ત્યારે રસ્તામાં જ તેનું મોત થયુ હતુ જે તે વખતે ત્રણેય ભાઇની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ ત્રણેય જ્યુડિશ્યલ કસ્ટડીમાં છે યુવાનનું મોત થતા હત્યાની કલમનો ઉમેરો કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



